વલસાડ માં લીલપોર સ્થિત લીલા ફળિયા માં આવેલ શ્રી વાઘ માતા મંદિર ની બાજુમાં નવી ગૌશાળા બનવા જઈ રહી છે જેમાં રસ્તે અકસ્માતમાં ઘાયલ થયેલી ગાયો-વાછરડા કે તરછોડાયલી ગાયો ને આશ્રય આપવામાં આવશે.
હિન્દૂ ધર્મ માં ગાય ને પવિત્ર માનવામાં આવેછે અને ધર્મ ગ્રંથો માં ગૌમાતા ની અંદર તેત્રીસ કરોડ દેવતા નો વાસ હોવાનું કહેવાયું છે,ગૌમાતા નું પૂજન કરવાથી તેત્રીસ કરોડ દેવતાનું પૂજન કર્યા નો મહિમા છે ગૌ મૂત્ર નો કેન્સર જેવા અસાધ્ય રોગો માં પણ દવા તરીકે ઉપયોગ થાય છે અને ગાય નું છાણ તેમજ મૂત્ર પવિત્ર હોઈ યજ્ઞો માં ઉપયોગ થાય છે ત્યારે આવી ગાયો ના જતન માટે તેમજ વલસાડ ના આંગણે વલસાડમાં રખડતા બિમાર તથા અકસ્માતમાં ઘાયલ ગૌમાતા ને સારવાર અને આશ્રય મળી રહે તે માટે અગ્નિવીર ગૌ સેવા દળ વલસાડ તથા શ્રીનાથજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌધામ બનવા જઈ રહ્યું છે.
આ ગૌધામ નું ભૂમિ પૂજન વલસાડના એસ.પી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા એ કર્યું હતું અને આ પ્રસંગે બોલતાં તેઓ એ જણાવ્યું કે ગાયો ની સેવા માટે ગૌ રક્ષકો દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે તે ખુબજ સરાહનીય પગલું છે તેઓ એ ગાયો ની તસ્કરી ને રોકવા માટે ગૌ રક્ષકો ના રાત્રી પેટ્રોલિંગ ની પણ પ્રશંસા કરી હતી અને પોલીસ સાથે રહીને આવી સેવાભાવી કામગીરી બદલ ધન્યવાદ આપ્યા હતા સાથેજ ટકોર પણ કરી કે ગૌ રક્ષક ની છબી સ્વચ્છ હોવી જરૂરી છે જો ગુનાહિત છબી હશે તો સેવા અધૂરી ગણાશે.
એસપી ઝાલા એ ગાયો ની તસ્કરી કરતા ગૌ તસ્કરો ને ખુલ્લી ચેલેન્જ આપી હતી અને પોતે ક્ષત્રિય ધર્મ અને પોલીસ ની ડ્યુટી નિભાવવા ગાયો માટે લડી લેવા ખડપગે તૈયાર હોવાનું જણાવી જરૂર પડ્યે ગૌ તસ્કરો ઉપર પોલીસ ફાયરીંગ કરતા પણ નહીં અચકાય તેવો મેસેજ આપી જિલ્લામાં ગૌ તસ્કરી કરતા તત્વો ને છોડવામાં નહિ આવે તેવી ચેતવણી આપી હતી.
