વલસાડ નપા ના ભંગાર કૌભાંડ માં ફરિયાદ કરો નહિ તો ખાસડા નો હાર પહેરાવીશ તેમ કહી રાજુ મરચા ચમ્પલ નો હાર લઈ પાલિકા માં પહોંચી ગયા હતા
વલસાડ નગર પાલિકા ની બોર્ડ મિટિંગ શરૂ થાય એ પેહલા જ મિટિંગ વિવાદ માં આવી ગઈ હતી અને અહીં ભંગાર કૌભાંડ ફરી એકવાર ગાજયું હતું.
વલસાડ પાલિકા ના ભંગાર કૌભાંડ બોર્ડ મિટિંગ મિટિંગ પેહલા જ ગરમાયુ હતું અને અપક્ષ સભ્ય રાજુભાઈ મરચા ચમ્પલ નો હાર લઈ પાલિકા માં પહોંચ્યા હતા તેઓ એ જણાવ્યું કે પાલિકા ના ભંગાર કૌભાંડ માં ફરિયાદ થશે તો ફૂલ નો હાર પેહરાવીશુ અને જો કસૂરવારો સામે જો ફરિયાદ નહીં થાય તો ચપ્પલ નો હાર પહેરાવીશું આમ પાલિકા માં ભંગાર પ્રકરણ ગાજયું હતું.
અપક્ષ સભ્ય રાજુ પટેલ ચપ્પલ નો હાર લઈ પાલિકા માં આવતા ભારે ચર્ચા જાગી હતી.