: ‘ઓછામાં ઓછું ફિલ્ડર ક્યાં છે એ તો જો!’ શૂન્ય પર રન આઉટ થયા બાદ ઈશાન કિશન પર ભડક્યો અભિષેક શર્મા

5 Min Read

ઈશાન કિશનની બ્લન્ડર ભૂલ: સતત ત્રીજી મેચમાં ફ્લોપ, ડરહામ વનડેમાં સાથી ખેલાડીની ના છતાં દોડીને વિકેટ ગુમાવી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડરહામ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચ દરમિયાન મેદાન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. તાજેતરમાં જ દુનિયાના નંબર-1 T20I બેટ્સમેન બનેલા ઈશાન કિશન અને ઓપનર અભિષેક શર્મા વચ્ચે મેદાનની મધ્યમાં ભારે ગરમાગરમી થઈ ગઈ હતી. ઈશાન કિશન માત્ર બે બોલ રમીને શૂન્ય રન પર રન આઉટ થતાં બંને ખેલાડીઓ વચ્ચે તણાવ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. ઈશાન કિશનનો આ ફ્લોપ શો તેની છેલ્લી કેટલીક મેચોમાં સતત ત્રીજો સૌથી ઓછો સ્કોર છે, જેના કારણે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

પરંતુ, આ રન આઉટ માટે ઈશાન કિશન સંપૂર્ણપણે પોતે જ જવાબદાર હતો. બોલ રમ્યા પછી, તેણે સામેના છેડે ઉભેલા પોતાના સાથી ખેલાડી અભિષેક શર્મા તરફ જોવાની કે તેની હા-ના સાંભળવાની તસ્દી પણ લીધી નહોતી અને આંધળી દોડ મૂકી દીધી હતી.

- Advertisement -

kisan.jpg

‘ના… ના…’ ની બૂમો છતાં ઈશાન અડધે રસ્તે પહોંચી ગયો!

અભિષેક શર્માએ બોલ ફિલ્ડર તરફ જતો જોઈને તરત જ મોટેથી “ના!” ની બૂમ પાડીને રન લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પરંતુ ઈશાન કિશન એટલી ઉત્તેજનામાં હતો કે તેને પોતાની ગંભીર ભૂલનો અહેસાસ ત્યારે જ થયો જ્યારે તે પિચની અધવચ્ચે પહોંચી ચૂક્યો હતો. જ્યારે તેને સમજાયું કે રન શક્ય નથી, ત્યારે તેણે યુ-ટર્ન લીધો અને સ્ટ્રાઈકર એન્ડ તરફ પાછા ફરવાનો પૂરો પ્રયાસ કર્યો.

- Advertisement -

પરંતુ, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ઇંગ્લેન્ડના ચતુર કેપ્ટન અને વિકેટકીપર જોસ બટલરે પળવારમાં બોલ પકડીને બેલ્સ ઉડાવી દીધી હતી. મામલો થર્ડ અમ્પાયર પાસે ગયો અને થોડી જ સેકન્ડોમાં મોટી સ્ક્રીન પર ‘OUT’ નું લાલ નિશાન ચમકતાં જ ભારતીય પ્રશંસકો સ્તબ્ધ થઈ ગયા હતા.

સ્ટમ્પ માઈકમાં કેદ થઈ બંને મિત્રોની તીખી વાતચીત

જ્યારે થર્ડ અમ્પાયર ટીવી સ્ક્રીન પર રિપ્લે જોઈ રહ્યા હતા, ત્યારે ક્રીઝ પર ઉભેલા અભિષેક શર્મા અને ઈશાન કિશન વચ્ચે થયેલી તીખી વાતચીત સ્ટમ્પ માઈક્રોફોનમાં આબેહૂબ કેદ થઈ ગઈ હતી. આ સંવાદ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે:

  • અભિષેક: “તું ક્રીઝ પર સમયસર પહોંચ્યો કે નહીં?”
  • કિશન: “મને નથી ખબર.”
  • અભિષેક: “શું બહુ નજીકનો મામલો હતો?”
  • કિશન: “હા, એકદમ નજીક.”
  • અભિષેક (ગુસ્સા અને આશ્ચર્ય સાથે): “તું આ શું કરી રહ્યો છે, ઈશાન?”
  • કિશન (પોતાનો બચાવ કરતા): “તે મારો કોલ (નિર્ણય) હતો.”
  • અભિષેક: “પણ ઓછામાં ઓછું ફિલ્ડર ક્યાં ઊભો છે અને શું કરે છે તે તો જુઓ!”

- Advertisement -

ઇરફાન પઠાણે કર્યો અભિષેકનો બચાવ: “ઈશાન પહેલા બેઝિક્સ શીખે”

આ વિવાદ પર મેચના સત્તાવાર બ્રોડકાસ્ટર અને ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે રન નકારવા બદલ અભિષેક શર્માનો જોરદાર બચાવ કર્યો હતો અને ઈશાન કિશનની રમત પ્રત્યેની આકરી નારાજગી વ્યક્ત કરી હતી.

ઇરફાન પઠાણે રન-આઉટનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે, “પહેલી વાત તો એ છે કે ત્યાં સિંગલ લેવાનો કોઈ ચાન્સ જ નહોતો. બીજું, જો અભિષેક શર્મા ઈશાનના આ અવિચારી કોલ પર દોડ્યો હોત, તો અભિષેક પોતે રન આઉટ થઈ ગયો હોત. અભિષેકના અવાજમાં મને ગુસ્સા કરતાં વધુ તેના મિત્ર પ્રત્યેની ચિંતા દેખાઈ. તે ઈશાનને ક્રિકેટના બેઝિક્સ (મૂળભૂત નિયમો) યાદ કરાવી રહ્યો હતો.”

પઠાણે વધુમાં ઉમેર્યું કે, “હું સંમત છું કે સિંગલ લેવાનો અંતિમ નિર્ણય બેટ્સમેનનો હોય છે, પરંતુ રન દોડતા પહેલા ઓછામાં ઓછી એક નજર તો નાખો કે ફિલ્ડર ક્યાં ઊભો છે? કયો ફિલ્ડર કયા એંગલથી બોલને કાપી રહ્યો છે? નિર્ણય લેતા પહેલા બોલને ફિલ્ડરને ક્રોસ કરવા દો. અભિષેકની ચિંતા બિલકુલ વ્યાજબી હતી. તેને એ વાતનો ડર નહોતો કે ઈશાન ક્રિઝમાં પહોંચી શકશે કે નહીં, તે તો ઈશાનની આ બિનજવાબદાર ભૂલથી ચિંતિત હતો. બે સારા મિત્રો વચ્ચેની આ નિખાલસ વાતચીત સાંભળવી ગમી, પણ અફસોસ કે આ ભૂલને કારણે ભારતે એક મોટી વિકેટ ગુમાવવી પડી.”

Share This Article