આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. દર વર્ષે 15મી માર્ચના રોજ ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો પ્રત્યે વિશ્વમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. તેનો હેતુ ગ્રાહકોમાં અધિકારોનું સન્માન કરવા અને બજારમાં થતું ગ્રાહકોનું શોષણ રોકવાનો છે.
વલસાડ માં એડવોકેટ દેવાંગ આચાર્ય એ માહિતી આપતા જણાવ્યું કે વલસાડ ગ્રાહક સુરક્ષા માટે ના તા.1 જાન્યુઆરી 2020 થી 31 ડિસેમ્બર2020 સુધીમાં 153 ફરિયાદો દાખલ કરવામાં આવી છે તેમાંથી 24 ફરિયાદનો વિડ્રો અને જજમેન્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે, તેમાં 31 દરખાસ્તો દાખલ કરવામાં આવી અને જે જજમેન્ટ આવ્યા બાદ સામેવાળા જજમેન્ટ નો અમલ ન કરે તો દરખાસ્ત કરવામાં આવે છે આ કેસો છ મહિનાથી વર્ષ સુધી ચાલી શકે છે તેનું જજમેન્ટ છ મહિનાથી વરસમાં આવી શકે છે
ગ્રાહકોના હકોનું રક્ષણ કરવા અને તેમની ફરિયાદોના વહેલી તકે નિરાકરણ લાવવા સરકારે વિવિધ પગલાં લીધા છે. ગયા વર્ષે કેન્દ્ર સરકારે ગ્રાહકોના હિતને વધુ સુરક્ષિત કરવા અને વિવાદોના સમયસર સમાધાન માટે વર્ષ 19886ના કાયદા ધારાની જગ્યાએ ગ્રાહક સુરક્ષા કાયદો 2019 લાગુ કર્યો હતો.
નવા કાયદા હેઠળ કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપનાની જોગવાઈ છે. ગ્રાહક અધિકારો, આરોગ્ય, વેપાર વગેરેની લગતી ભ્રામક જાહેરાતો સંદર્ભે પૂછપરછ કરવાની સત્તા આ તપાસ સંસ્થાને હશે. ગ્રાહક બાબતોનું મંત્રાલય જાગો ગ્રાહક જાગો દ્વારા તમામ ગ્રાહકો માટે જાગૃતિના કાર્યક્રમ પણ ચલાવી રહ્યું છે.
