રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાનો દોર શરૂ કર્યો છે. સરકારના વિવિધ વિભાગોની 1427 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ છે. GPSCએ વર્ગ-1, 2 અને 3ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. રાજ્ય સરકારે તબીબી અધિકારી, વર્ગ-2ની 1000 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાઇ છે. વિવિધ વિષયના ટ્યુટર, ગુજરાત તબીબી સેવા માટે પણ જાહેરાત કરાઈ છે. આ સાથે જ નાયબ સેક્શન અધિકારી, ખેતી ઇજનેર, રાજ્ય વેરા નિરીક્ષક, ચીફ કેમીસ્ટ ભરતી માટે જાહેરાત બહાર પડાઇ છે તેમજ સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરર માટે પણ GPSC ભરતી કરાશે. વર્ગ- 3ની 19 જગ્યાઓ રાજ્ય વેરા નિરીક્ષક માટે, વર્ગ-3ની 243 જગ્યાઓ ચીફ કેમીસ્ટ માટે અને વર્ગ-1 ની એક જગ્યા ખેતી ઇજનેર માટે, વર્ગ- 2ની 04 જગ્યાઓ, સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરરની કુલ-03 જગ્યાઓ, સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપકોની કુલ-10 જગ્યાઓ, સહપ્રાધ્યાપકોની કુલ-07 જગ્યાઓ, મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-65 જગ્યાઓ એમ કુલ-1427 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે જ લાંબા સમયથી ગુજરાતમાં પોલીસની ભરતીની રાહ જોઇ રહેલા યુવાનો માટે પણ રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત પોલીસ વિભાગમાં પણ અલગ-અલગ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને તેના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે.
