રાજસ્થાનમાં કોટા જિલ્લામાં થયેલા એક ગેંગરેપ બાદ સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. કોટા જિલ્લામાં 15 વર્ષની સગીરા પર દોઢ ડઝનથી વધારે લોકોએ સતત નવ દિવસ સુધી ગેંગરેપ થયા બાદ રાજ્ય સરકાર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલામાં પોલીસે 20 લોકોની ધરપકડ કરી છે અને તેમાં ચાર સગીર અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે. સગીરા સાથે દુષ્કર્મ કરનારાઓ તેને સતત ડ્રગ્સ આપી ને તેની સાથે મારપીટ પણ કરતા હતા. પોલીસના કહેવા પ્રમાણે 25 ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી. જેમાં એક મહિલા અને બે બીજા આરોપીઓ સગીરાને મોટરસાયકલ પર બેગ અપાવવાના નામે બેસાડીને લઈ ગયા હતા અ્ને ઝાલાવાડ વિસ્તારના એક મકાનમાં તેના પર રેપ કરવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, આરોપી મહિલા બુલબુલ તેને ફરી પાંચ માર્ચે પાછી મુકી ગઈ હતી. એ પછી સગીરાએ પોતાની માતા સાથે પોલીસમાં રેપની ફરિયાદ આપી હતી.
