વડોદરા ના ખાનપુર માં કોરોના ના 47 કેસ નોંધાતા ભારે હડકંપ મચી ગયો છે અને ગામને સ્વયંભૂ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ખાનપુરના પટેલ ફળિયામાં જ 35થી વધુ કેસ મળી આવ્યાં છે. જેથી સમગ્ર ગામને 31મી માર્ચ સુધી સ્વયંભૂ રીતે સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. એક વર્ષ પછી ફરી પાછું અહીં લોકડાઉન આવતા લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે.
ખાનપુર ગામમાં કોરોનાનાં એક જ સપ્તાહમાં 47 નોંધાતા ભારે ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે ગામમાં કોરોનાથી વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ગામનાં પટેલ ફળીયામાં જ 35થી વધુ કેસ સામે આવ્યા છે. જેને પગલે ગ્રામ પંચાયત દ્વારા ખાનપુર ગામને સેવયંભૂ લોકડાઉન કરાયું છે. આ સાથે પટેલ ફળીયામાં અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. ગામમાં 31 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 25,577 પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે માત્ર ખાનપુર વિસ્તારમાં જ એકસાથે 47 કેસો આવતા આ વિસ્તારમાં ભારે દહેશત જોવા મળી રહી છે અને આરોગ્ય વિભાગ માં દોડધામ જોવા મળી છે.
