ખતરનાક જાનવરોનો આતંક અને હુમલા બાબતે તમે સાંભળ્યું હશે. અથવા જોયું હશે પરંતુ તમને પૂછવામાં આવે કે શું ભેંસ ના આતંક બાબતે તમે ક્યારેય સાંભળ્યું છે. તમારો જવાબ ના જ આવશે. કારણ કે મોટાભાગના લોકો ભેંસને પોતાના ઘરમાં પાળે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક ગામમાં આ દિવસોમાં એક ભેંસ ગામ આખું માથે લીધું છે. આ ભેસને કારણે લોકો ભૂખ્યા તરસ્યા પોતાના ઘરની છત પર રહેવા મજબૂર થયા છે.આ ઘટના પીલીભીતના બિલસંડા થાણા વિસ્તારની તિલસંડા હસોઆ ગામની છે. જયાં એક ભેંસને કારણે લોકોનું જીવવાનં હરામ થઈ ગયું છે. બતાવાઈ રહ્યું છે કે એક ભેંસ પોતાના માલિકના ત્યાંથી ભાગીને ખેતરમાં ભટકી રહી છે. જેવો કોઈ તેને પકડવા જાય છે તે હુમલો કરી દે છે. કેટલાય લોકોને ભેંસ ઘાયલ કરી ચૂકી છે. આ વિસ્તારમાં ભેંસના કારણે ઘણાં લોકો ઘરની છત પર રહેવા મજબૂર બન્યા છે.કોઈકે આ ઘટનાની જાણ પોલિસને આપી. સૂચના મળ્યા પછી પોલિસની ટીમ સમયસર પહોંચી ગઈ. પોલિસનું કહેવું છેકે જ્યારે તેમની ટીમ ગામમાં પહોંચી તો કેટલાય લોકો છત પર જોવા મળ્યા. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થઈ ચૂક્યા છે. ગ્રામવાસીઓમાં આ ભેંસને લઈને ખૂબજ ખોફ છવાયેલો છે.
