અમદાવાદના મણિનગર ગુરુદ્વારા પાસે સગીરા ગુમ થવાના કેસમાં નવો વણાંક આવ્યો છે. દીકરી ગુમ થવાનો વીડિયો વાયરલ કરનાર લુધિયાણાનો આધેડ નકલી બાપ હોવાનું ખુલ્યું છે. નકલી બાપ સગીરાનું શારીરિક શોષણ કરતો હોવાથી સગીરા આરોપીના ચુંગાલમાંથી નાસી હતી. મણિનગર પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે.મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં એક આધેડ પોતાની 17 વર્ષની દીકરી ગુમ થઈને વિખૂટી પડી હોવાનું વિડ્યો વાયરલ થયો હતો. વિડિઓ વાયરલ થતા મણિનગર પોલીસે લુધિયાણાના આધેડ કુપદીપસિંહની દીકરી ગુમ થવાની ફરિયાદ લીધી. પોલીસની તપાસમાં સગીરાના રીક્ષા અને બાઇક પર જતાં CCTV સામે આવ્યા છે. પોલીસે CCTV ની મદદથી સગીરાને શોધી તો કાઢી પણ તપાસમાં આ ઘટનામાં અલગ વળાંક આવ્યો છે. દીકરીના ગુમ થવાને લઈને મદદની ગુહાર લગાવી રહેલો કુલદીપસિંહ નકલી પિતા હોવાનો ઘટસ્ફોટ સગીરાએ કર્યો છે ત્યારે હવે મણિનગર પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આરોપી કુલદીપસિંહની પકડીને પૂછપરછ શરૂ કરી છે.
