ગુજરાત ની જનતા ને કેન્દ્ર સરકાર અન્યાય કરી રહી છે અને વધારાની ફાળવણી તો દૂર પણ જે લેવાના પૈસા નીકળે છે તે પણ આપવામાં કેદ્ર કરકાર ને પેટમાં દુઃખે છે,કેન્દ્રીય વેચાણવેરા પેટે 13721.92 કરોડની જંગી રકમ ગુજરાત સરકારની લેણી હોવા છતાં એ ચૂકવવામાં કેન્દ્ર સરકાર ઠાગા થૈયા કરી રહી હોવાની ચોંકાવનારી માહિતી વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં સામે આવી છે.
ગુજરાત સરકારે માર્ચ 2020ના અંતે વિવિધ કરવેરા પેટે રૂ.51519.41 કરોડ વસૂલવાના બાકી હોવાનું બજેટમાં દર્શાવ્યું છે. આમાં વિવાદાસ્પદ વેરાની રકમ 24979.74 કરોડ અને બિનવિવાદાસ્પદ વેરાની રકમ 29539.74 કરોડ છે. આમાં વેટ કેન્દ્રીય વેચાણવેરો, સ્ટેમ્પ ડયૂટી નોંધણી ફી, મોટર્સ સ્પિરિટ કર ઈલેક્ટ્રિક ડ્યૂટી રાજ્ય આબકારી, મોટર વાહન કર સામેલ થાય છે.
1 વર્ષમાં રૂ. 8586.82 કરોડની નવી બાકી વસૂલાત પણ ચડી ગઈ, માર્ચ 2019ના અંતે કુલ બાકી વસૂલવાની રકમ 42932.59 કરોડ હતી, એટલે કે 2019-20ના એક વર્ષમાં રૂ 8586.82 કરોડની નવી બાકી વસૂલવાની ઊભી થાય છે. ફુલ વસૂલાતની બાકી રકમ છે, તેમાં સૌથી વધુ નાણાં કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રીય વેચાણવેરા પેટે વસૂલવાના થાય છે, જેની રકમ 13721.92 કરોડ થવા જાય છે.
વિધાનસભામાં રજૂ થયેલા બજેટના આંકડા મુજબ, સ્ટેમ્પ ડ્યુટી પેટે 243 કરોડ, મોટર્સ સ્પિરિટ કર પેટે 491 કરોડ, સેસપેક 2.64 કરોડ, વાહનકર પેટે 213 કરોડ ઈલેક્ટ્રિક ડ્યૂટી પેટે 161 કરોડ અને અન્ય કરવેરા પેટે 32107 કરોડ બાકી લેણાં સરકારના ચોપડે બોલી રહ્યાં છે
