અમદાવાદ માં શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસની પાછળ જ લગભગ 200 મીટર ના અંતરે જ પોલીસ ની નજર સામે જ બિન્દાસ ચાલતા જુગારનાં અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમે છાપો માર્યો ત્યારે દાઉદ ને નવાઈ લાગી હશે કે શુ ગરબડ થઈ ? રેડ દરિયાખાન ઘુમ્મટ પાસે 18 લોકોને 2.24 લાખના મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બીજી તરફ આ અડ્ડો ચાલતો હોવાની ખબર હોવાછતાં કોઈ પગલાં નહિ ભરનાર માધવપુરા PI એમ.બી. બારડ અને ડી સ્ટાફ પીએસઆઇ એ. જી. પરમારને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સસ્પેન્ડ કર્યા હતા.
માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શાહીબાગ પોલીસ કમિશનર કચેરીની પાછળ દરિયાખાના ઘુમ્મટ પાસે ગાર્ડનમાં દાઉદ ઈબ્રાહિમ મિયાંણા નામનો શખ્સ ખુલ્લેઆમ જુગાર નો અડ્ડો ચલાવતો જે અંગે પોલીસ સ્ટેશન સહિત ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીમાં અનેક ફરિયાદો કરી છતાં તેની સામે કોઈ કાર્યવાહી થતી હતી. મહત્વની વાત તો એ છે કે, કમિશનરના સ્કવોડ અને ખુદ ઉચ્ચ અધિકારીઓને આ પ્રવૃત્તિ વિશે સ્ટેટ મોનિટરીંગ સેલે જણાવ્યું હતું. પરંતુ ત્યાં રેડ ન થતા અનેક રહસ્યો ઉદ્દભવ્યા હતા.
ગાંઘીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ તથા એસઆરપીની ટીમ સાથે મળીને તે જગ્યા પર દરોડો પાડ્યો હતો. પોલીસે પાછળ દોડીને 18 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.1.16 લાખ તથા 14 મોબાઈલ ફોન મળીને કુલ રૂ.2.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે આખરે બેદરકારી દાખવનાર માધવપુરા પીઆઇ બારડ અને ડી સ્ટાફ પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આમ સામાન્ય માણસો ની મેથી મારનારી પોલીસ આવા અડ્ડાઓ , દારૂ વગરે માં કટકી કરી ગેરકાયદેસર ચાલવા દેતી હોવાના આ પ્રકારના બહાર આવતા કિસ્સા ને લઈ જનતા માં પોલીસ ની બેવડી નીતિ ને લઈ જનતા ના મન માં પોલીસ ની છબી બગડી રહી છે.