દેશમાં કોરોના ની બીજી લહેર શરૂ થઈ છે અને સ્થિતિ વિકટ બની રહી છે અને 35,838 લોકો પોઝિટિવ નોંધાયા છે જ્યારે 17,793 લોકો સાજા થયા અને 171 લોકોનાં મોત થઈ ગયા છે અને એક્ટિવ કેસનો આંકડો 2 લાખ 49 હજાર 197 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 17,862નો વધારો થયો છે. નવા પોઝિટિવ લોકોની સંખ્યા 5 ડિસેમ્બર પછી એટલે કે 101 દિવસ પછી સૌથી વધુ છે. 5 ડિસેમ્બરના રોજ 36,010 કેસ હતા. આ પછી એ ઘટવા લાગ્યા હતા.
દેશમાં અત્યારસુધીમાં કુલ 1 કરોડ 14 લાખ 74 હજાર 302 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 1 કરોડ 10 લાખ 61 હજાર 170 સાજા થયા છે, જ્યારે 1 લાખ 59 હજાર 250 લોકોનાં મૃત્યુ પણ થયાં છે
છેલ્લા 24 કલાકમાં લગભગ 36,000 દર્દી નોંધાયા છે આ આંકડો 101 દિવસમાં સૌથી વધુ છે હાલ એક્ટિવ કેસનો આંક આજે 2.5 લાખને પાર થઈ જતા તંત્ર કામે લાગ્યુ છે અને કોરોના વેકશીન ઉપર ભાર મુકાઈ રહ્યો છે.