ઘરેલૂ સિલિન્ડર (LPG)ની કિંમત રેકોર્ડ સ્તર પર છે. નવેમ્બર 2020માં 594 રૂપિયાની કિંમત વાળો LPG સિલિન્ડર હવે 819 રૂપિયાનો થઇ ગયો છે. પરંતુ જો તમે મોંઘા સિલિન્ડર પર સબસિડી લેતા હોય તો તમે આશરે 300 રૂપિયાની બચત કરી શકો છો.હાલ તે જોવા મળ્યું કે સિલિન્ડરની સબસિડી ફક્ત 10-20 રૂપિયા જ રહી ગઇ પરંતુ હવે સરકારે સબસિડી રકમમાં વધારો કરી દીધો છે. LPG સિલિન્ડર પર સબસિડી 153.86 રૂપિયાથી વધીને 291.48 રૂપિયા થઇ ગઇ છે. જો તમે ઉજ્જવલા યોજના અંતર્ગત કનેક્શન લીધું છે તો તમને 312.48 રૂપિયા સુધી સબસિડી મળી શકે છે જે પહેલા 174.86 રૂપિયા હતી.જો તમે LPG સિલિન્ડર પર સબસિડી લેવા માંગતા હોય તો સબસિડી વાળા ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવવુ પડશે. આમ કરવાથી તમારા ખાતામાં આશરે 300 રૂપિયાની સબસીડી આવી જશે.જો તમારુ LPG કનેક્શન આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમે તેને ઘરે બેઠા લિંક કરાવી શકો છો. ઇન્ડેનના ગ્રાહકો https://cx.indianoil.in પર સમગ્ર માહિતી મેળવી શકે છે. ભારત ગેસના ગ્રાહક https://ebharatgas.com પર વિઝિટ કરી પોતાના LPG કનેક્શનને આધાર સાથે લિંક કરી શકે છે. સતત વધતી ઑઇલની કિંમતોની અસર LPG સિલિન્ડર પર પણ પડી છે. 4 મહિના પહેલા સુધી જે LPG સિલિન્ડર 594 રૂપિયામાં મળતો હતો. તે હવે દિલ્હીમાં 819 રૂપિયામાં મળી રહ્યો છે. નવેમ્બરથી માર્ચ વચ્ચે સિલિન્ડરની કિંમત 225 રૂપિયા વધી ગઇ છે જે આશરે 25 ટકા છે. જો તમે LPG બુકિંગ મોબાઇલ એપ પેટીએમ દ્વારા કરો છઓ તો પહેલીવાર બુકિંગ કરનારાઓને 100 રૂપિયાની છૂટ પેટીએમ આપી રહ્યું છે. જો તમે આજ પહેલા પેટીએમ પરથી LPG સિલિન્ડર બુક નથી કરાવ્યો તો તમે આ ઑફરનો લાભ લઇ શકો છો.
