સંઘપ્રદેશ દાનહના સાંસદ સ્વ.મોહનભાઇ ડેલકરે પ્રશાશક સહિત ના કેટલાક લોકો ના ત્રાસ થી આત્મહત્યા કરી લીધા બાદ મુંબઈ પોલીસ સ્ટેશનમા ફરિયાદ થઈ છે જેમાં આરોપીઓ તરીકે નવ નામો પૈકી દિલીપ તલાટી ને પણ આરોપી દર્શાવાયો છે જે સાંસદના આપઘાત કેસના 25 દિવસ પછી પણ તેની સામે હજુ સુધી કોઇ કાર્યવાહી ન કરાતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લોકો એ આરોપી તલાટી દિલિપ પટેલની હોટલ ગ્રીન લેન્ડ, ખાતે મેઈન દ્વાર પાસે ચક્કાજામ કરી દિલીપ તલાટીને અરેસ્ટ કરો અને જ્યા સુધી અરેસ્ટ નહિ કરે ત્યાં સુધી હોટલ ચાલવા નહિ દઈએ એવા નારા લગાવતા ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી અને સ્થિતિ જોતા હોટલની બહાર પોલીસ બંદોબસ્ત મુકી દેવામા આવ્યો હતો. મામલતદાર તીરથરામ પોતાની ટીમ સાથે સ્થળ ઉપર આવી વિરોધ કરી રહેલી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. છતા પણ તેઓ એ વિરોધ ચાલુ રાખતા મામલતદારની ટીમ હોટલમાં જઈ સ્ટાફને હોટલ બંધ રાખવા સુચના આપી હતી, સેલવાસ માં લોકરોષ જોઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દાનહ જીલ્લા પંચાયત કચેરી ખાતે પણ અધિકારી અને પદાધિકારીએ સાંસદ સ્વ.મોહનભાઇ ડેલકરને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જીલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામા પંચાયતથી લઇ સચિવાલય સુધી રેલી કાઢી હતી
આમ સાંસદ મોહનભાઇ ડેલકર સુસાઇડ કેસ માં કોઈ નક્કર કાર્યવાહી નહિ થતા હવે લોકો માં છૂપો રોષ જોવા મળી રહ્યો છે અને ગમેત્યારે આ રોષ મોટું સ્વરૂપ ધારણ કરે તેવા વર્તારા જોવા મળી રહ્યા છે.
