ગુજરાતમાં ચુંટણીઓ બાદ કોરોના ભયંકર રીતે સ્પ્રેડ થતા હવે જનતા એ ભોગવવુ પડે તેવી સ્થિતિ વચ્ચે જનતા ને માસ્ક નો દંડ 1000 રૂપિયા નો જ રાખવામાં આવ્યો છે અને ટુકજ સમય માં ફરી રોડ ઉપર માસ્ક અભિયાન કડક બનાવશે જોકે, નેતાઓ જનતા ના સેવક હોવાથી તેઓ માટે માત્ર 500 રૂપિયા દંડ છે વિધાનસભા માં માસ્ક વિના જણાતાં અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું ગુજરાત સરકારના નિયમો અને નિર્ણયો વિધાનસભાને લાગુ નથી પડતા? કારણ કે સામાન્ય પ્રજાને માસ્ક ન પહેરવા બદલ રૂ.1000નો મોટો દંડ ફટકારવામાં આવે છે, જ્યારે મંત્રીઓ અને ધારાસભ્યો જો માસ્ક ન પહેરે તો માત્ર રૂ.500નો જ દંડ નક્કી કરવામાં આવ્યો છે. દંડનાં આ બેવડાં ધોરણો જોતાં વિધાનસભા ગુજરાત બહાર હોય તેમ લાગે છે.
બીજી તરફ કોરોના નું સંક્રમણ વધતા વિધાનસભાનું સત્ર ટૂંકાવી દેવામાં આવે એવી શક્યતાઓ છે. આ અંગેનો નિર્ણય કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં થશે તેમ જાણવા મળ્યું છે.
પ્રજાને દંડ, પણ રાજકારણીઓને નહીં
તાજેતરમાં જ રાજ્યમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના જીતેલા ઉમેદવારો અને પદભાર સંભાળનારા લોકો હાલના સમયમાં કોરોનાના તમામ નિયમો નેવે મૂકીને પદભાર સંભાળી રહ્યા છે. રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકામાં નવા વરાયેલા પ્રમુખો અને ઉપપ્રમુખો સહિતના પદાધિકારીઓ હાલમાં સત્તા મળ્યાના ઉન્માદમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. તેમના સ્વાગતના કાર્યક્રમોમાં ભીડ ભેગી થઈ રહી હોવા છતાં તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ સામાન્ય જનતાને આકરો દંડ ફટકારવામાં આવી રહ્યો છે ,આ મામલે જનતા ફરીયાદ કોને કરે તેવો ઘાટ ઘડાયો છે.
