બાંગ્લાદેશમાં સુનામગંજના શલ્લા અપજિલામાં એક હિન્દુ ગામ પર હજારો હેફઝાત એ ઇસ્લામના સમર્થકોએ હુમલો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે ગામના હિન્દુ પરિવારો જીવ બચાવવા માટે ઘર છોડીને ભાગી ગયા હતા. આક્રમક બનેલા ટોળાઓએ હિન્દુઓ ના 80 જેટલા ઘરને તોડફોડ કરી તો ક્યાંક આગ ચાંપી દીધી હતી. વિગતો મુજબ એક હિન્દુ યુવકે ફેસબુક પોસ્ટ લખીને બંગબંધુ શેખ મુજીબૂર રહેમાનની ર્મૂિતનો વિરોધ કરનારા હેફઝાત એ ઇસ્લામના મુફ્તી મામુલુન હકની ટીકા કરી હતી અને પોલીસે મંગળવારે યુવકની ધરપકડ પણ કરી લીધી હતી.
બુધવારે સવારે કાશીપુર, નચની, ચાંદીપુર અને અન્ય કેટલાક મુસ્લિમ બહુમત ધરાવતાં ગામના લોકો નોઆ ગામમાં એકત્ર થયા હતાં અને સ્થાનિક હિન્દુઓના ઘર પર હુમલો કર્યો હતો. હિન્દુ પરિવારો જીવ બચાવવા માટે ઘર છોડીને ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટનામાં ટોળાએ ૭૦-૮૦ ઘરોમાં તોડફોડ કરી છે.
આમ અહીં ફરી ધાર્મિક કટ્ટરતા માં અનેક પરિવારો ઉપર સંકટ ઉભું થયું છે.
