ગુરુગ્રામથી માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જ્યાં 15 વર્ષીય કેરટેકરે (જુવેનાઇલ નેની) એ 13 મહિનાની નાની બાળકીને એટલી મારપીટ કરી કે તેના હાડકાં તૂટી ગયા. બાળકીને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવી છે. તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ડોક્ટરે કહ્યું કે બાળકીની 4 પાંસળી તૂટી ગઈ છે. લીવર, સ્વાદુપિંડ, બરોળ અને કિડનીના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ છે. છોકરીને વેન્ટિલેટર પર મૂકવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે સગીર કેરટેકર વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને અન્ય આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.તેણે જણાવ્યું કે સગીરનું કહેવું છે કે પરિવાર તેની સાથે સારો વ્યવહાર કરતો હતો, તેણે જે કંઇ કર્યું તે ગુસ્સામાં કર્યું. ડીસીપી (પૂર્વ) મકસૂદ અહમદે જણાવ્યું હતું કે કેરટેકર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જોકે, આપણે સમજવું જરૂરી છે કે કોઈ સગીર, કેરટેકરની જવાબદારી નિભાવવામાં સક્ષમ છે કે નહીં. શું તે માનસિક અને ભાવનાત્મક રીતે એટલી પરિપક્વ છે કે તે નવજાતની સંભાળ રાખી શકે.મળતી માહિતી મુજબ આ ઘટનામાં બે એફઆરઆઈ – એક કેરટેકર અને બીજી બાળકીના માતા પિતા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. બાળકીના પરિવાર વિરુદ્ધ સગીરને નોકરી પર રાખવાના આરોપમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર પોલીસે કહ્યું કે બાળકી ભૂલથી પડી ગઈ અને રોવા લાગી હતી. જ્યારે કેરટેકર તેને શાંત કરવામાં નિષ્ફળ ગયો, ત્યારે તેણે તેણીને પટકી દીધી. તેણે કહ્યું કે તેને માર્યું, જેના કારણે બાળકીને ગંભીર ઈજાઓ થઈ છે. ડીસીપી (પૂર્વ) મકસૂદ અહેમદે કહ્યું કે, સગીર કેટકેટરને ફરીદાબાદના ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ગુરુગ્રામના સેક્ટર 56 માં એક એપાર્ટમેન્ટમાં રહેતા દંપતી સોમવારે પોતાની બાળકીને કેરટેકર પાસે મૂકીને બજાર ગયા હતા. થોડા સમય પછી પાછા ફર્યા ત્યારે તેમને બાળકીને કણસતી જોઈ. તેઓ તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ ગયા. પોલીસે જણાવ્યું છે કે સગીરને ત્રણ મહિના પહેલા રસોઈ બનાવવા માટે રાખ્યો હતો. સાથે જ તેને બાળકીની સંભાળ રાખવા પણ કહેવામાં આવ્યું હતું.