આ દુખાવો એટલો વધુ હોય છે કે વ્યક્તિને દરરોજના સામાન્ય કામકાજ કરવામાં પણ મુશ્કેલી થાય છે. કેટલાંક કેસમાં દુખાવો આખા માથામાં પણ થાય છે. સાથે જ ગરદન અને ચહેરાને પણ આ દુખાવો ઝપેટમાં લઇ લે છે .મોટાભાગે મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે. આનું કારણ મહિલાની અંદર સમયે-સમયે થતા હોર્મોનલ બદલાવોન માનવામાં આવે છે.માઇગ્રેનનો દુખાવો બે કલાકથી લઇને બે-ત્રણ દિવસ સુધી રહી શકે છે. આ દુખાવાથી પીડિત દર્દીઓને તેજ રોશની અને અવાજથી સમસ્યા થાય છે. દુખાવો એટલો તીવ્ર હોય છે કે સહન ના કરી શકવાના કારણે લોકો મોટાભાગે દવાઓનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે રસ્તા કિનારે ઉગતી એક મામૂલી દૂર્વા ઘાસ આ સમસ્યા દૂર કરી શકે છે? ચાલો તમને જણાવીએ માઇગ્રેનની સમસ્યાને દૂર કરતા દેશી ઉપાયો વિશે… માઇગ્રેનની સમસ્યા આજકાલની ખરાબ લાઇફસ્ટાઇલની દેન છે. તેથી તેનું કારણ પણ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલુ છે. મોટાભાગના કેસમાં તણાવ, હોર્મોનલ બદલાવ, વધુ શારીરિક થાક, અયોગ્ય ખાન-પાન, દારૂ-સિગરેટ અથવા અન્ય માદક પદાર્થ, વધુ કેફીનયુક્ત પીણાનું સેવન, સ્લીપ પેટર્નમાં બદલાવ વગેરે માનવામાં આવે છે.
ઘણીવાર કેટલીક દવાઓના સેવનના કારણે પણ આ સમસ્યા આવી શકે છે. એક મુઠ્ઠી જેટલી દૂર્વા ઘાસને પીસીને તેનો રસ કાઢો. આ રસમાં એક ચપટી મુલેઠીનો પાવડર મિક્સ કરો અને બપોરના સમયે આ રસ પીવો. સતત એક મહિના સુધી આ રસનું સેવન કરશો તો અસર દેખાશે અને સમસ્યાની ગંભીરતામાં ઘટાડો જોવા મળશે. માઇગ્રેનથી પીડિત દર્દીઓને દરરોજ 7-8 કિશમિશ અને બદામને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવી જોઇએ. તેનાથી પણ માઇગ્રેનનો દુખાવો નિયંત્રિત રહે છે. આ ઉપરાંત દ્રાક્ષનું સેવન પણ ફાયદાકારક માનવામાં આવે છે. આખા ધાણાને સુકવીને ઘરમાં તેનો પાવડર તૈયાર કરો. દરરોજ રાતે એક ચમચી પાવડરને એક કપ પાણીમાં પલાળી લો. સવારે આ પાણીને ગાળીને પી લો. તમે ઇચ્છો તો તમાં મિશરી પાવડર મિક્સ કરીને પણ પી શકો છો. તેનાથી થોડા જ દિવસોમાં માઇગ્રેનનો દુખાવો કંટ્રોલ થઇ જશે. માઇગ્રેનના દુખાવાનું મુખ્ય કારણ ખરાબ લાઇફસ્ટાઇલ છે, તેથી તેમાં રાહત મેળવવા માટે લાઇફસ્ટાઇલને સુધારવી પણ જરૂરી છે. તેના માટે બહારનું ફૂડ અને વધારે પડતા ચીકાશ વાળુ ખાન-પાનથી દૂર રહો. દારૂ, તમાકુ અથવા આલ્કોહોલ વાળી કોઇપણ વસ્તુથી અંતર જાળવો. આ ઉપરાંત તણાવ ઓછો કરવા માટે નિયમિત રૂપે યોગ અને મેડિટેશન કરો.