ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યુ હોવા છતાં રૂપાણી સરકાર વધુ એક વાર એક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું આયોજન કરી રહી છે. આ વખતે ગુજરાતના પાટનગર ગાંધીનગરની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી કાર્યક્રમ અંગે ચૂંટણી પંચ દ્વારા ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં વકરી રહેલા કોરોના વાયરસા કહેર ચૂંટણી પંચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું આયોજન કર્યુ છે. ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણી 18મી એપ્રિલ 2021ના રોજ યોજાશે અને તેનું પરિણામ 20મી એપ્રિલે આવશે. ગાંધીનગરમાં 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે
રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગરની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામું 27મી માર્ચે બહાર પડશે. ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ 1લી એપ્રિલ નક્કી કરવામાં આવી છે જ્યારે ત્રીજી એપ્રિલે ચકાસણી થશે અને 5મી એપ્રિલે ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. 18મી એપ્રિલે સવારે 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થઇ શકશે.