ગાંધીનગરઃ ગુજરાતમાં રસીકરણ અભિયાનની વચ્ચે જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો અને મહામારી ફરી ઝડપથી વધી રહી છે. ગુજરાતમાં આજે 19માર્ચના રોજ કોરોના સંક્રમણના 1415 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે 05 ડિસેમ્બર,2020 પછીના સૌથી વધુ દૈનિક કોરોના કેસ છે. આજના નવા કેસ આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,83,864 પહોંચી ગઇ છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 948 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,73,280 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 96.27 ટકાના સ્તરે પહોંચ્યો છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોરોના કેસ નોંધાયા છે.
સતત મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ ઉમેરાતા અને એક્ટિવ કેસોની સંખ્યા વધવાની સાથે-સાથે રાજ્યમાં હવે સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 4 દર્દીના મોત થયા છે. જેમા અમદાવાદ, સુરત, રાજકોટ અને સુરેન્દ્ર નગરમાં 1-1 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 4437 પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા વધવાની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે વધીને 6100ને વટાવી ગઇ છે. આજે રાજ્યમાં 6147 કોરોના એક્ટિવ કેસો હતા એટલે કે હાલ વાયરસથી સંક્રમિત આટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી હાલમાં 67 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ આજે 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાનનો બીજા તબક્કો શરૂ થયો છે. આ રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 વર્ષથી 60 વર્ષ વય ધરાવતા અને ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓને કોરોના રસી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગુજરાતમાં અભૂતપૂર્વ કુલ 2,45,406 વ્યક્તિઓને કોરોના રસી મૂકવામાં આવી છે જે અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ રસીકરણનો આંકડો છે. જેમાં આજે 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,21,814 વ્યક્તિઓને કોરોના વેક્સીન મૂકવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 26,41,905 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકાયો છે. તો 5,84,482 વ્યક્તિઓના કોરોના વેક્સીનના બીજા ડોઝનનું રસીકરણ પૂર્ણ થયુ છે.