ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવવા લાગે છે. ચાલો જાણીએ તે લક્ષણો વિશે જે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઉણપથી જોવા મળે છે.વધુ થાક લાગવો ટેસ્ટોસ્ટેરોનની ઉણપનું પ્રમુખ લક્ષણ છ. આ હોર્મોનની ઉણપથી એવું લાગે છે કે બૉડીમં બિલકુલ પણ એનર્જી નથી રહી. જો કે આ ઉંમર વધવા અને ડિપ્રેશનનું પણ એક લક્ષણ હોઇ શકે છે. ઓછામાં ઓછા 8 કલાકની ઉંઘથી તમે તમારુ એનર્જી લેવલ વધારી શકો છો. આ ઉપરાંત હોર્મોનની તપાસ માટે તમે ડોક્ટરનો સંપર્ક સાધી શકો છો.ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી તમારી સેક્સ ડ્રાઇવમાં પણ ઘટાડો આવી શકે છે. તેના ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા પણ હોઇ શકે છે. જો કે ઇરેક્ટાઇલ ડિસફંક્શનના અન્ય કારણો પણ હોઇ શકે છે જેવા કે હાર્ટ અથવા ડાયાબિટીસની બીમારી. જો તમારામાં ટેસ્ટોસ્ટેરોનની ઉણપ હશે તો તેની ટ્રીટમેંટ બાદ તમારી સેક્સલાઇફમાં સુધાર આવશે.ટેસ્ટોસ્ટેરોનની ઉણપની અસર તમારી યાદશક્તિ પર પણ પડી શકે છે. તમને એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા આવી શકે છે. આ લક્ષણ ત્યારે જ અનુભવાય છે જ્યારે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ખૂબ જ ઓછુ થઇ ગયું હોય. આ ઉપરાંત તમને ડિપ્રેશન અનુભવાય છે. આવુ લાગે તો મેડિટેશન, યોગ, એક્સરસાઇઝ અને મસાજથી તમને ફાયદો થશે.
ટેસ્ટોસ્ટેરોનનું સ્તર તમારા મૂડ પર પણ અસર કરે છે. તમે મોટાભાગે ઉદાસ અથવા નિરાશ મહેસૂસ કરવા લાગો છો અને કંઇ સારુ નથી લાગતું. તેના કારણે કેટલાંક પુરુષોના વ્યક્તિત્વમાં બદલાવ આવવા લાગે છે. ટ્રીટમેંટ બાદ જ્યારે ટેસ્ટોસ્ટેરોન સામાન્ય થઇ જાય છે. તો તમે પહેલાની જેમ જ સ્વસ્થ અનુભવવા લાગો છો. ટેસ્ટોસ્ટેરોન માંસપેશઇઓ બનાવવામાં પણ મદદ કરે છે. તેવામાં તેની ઉણપ થવા પર માંસપેશીઓમાં બદલાવ સ્પષ્ટપણે જોવા મળે છે. ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી માંસપેશીઓ નબળી પડવા લાગે છે. જો કે તમારે એક્સરસાઇઝ કરવાનું છોડવુ ન જોઇએ. રેગ્યુલર એક્સરસાઇઝ ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ધીમે ધીમે નિયમિત બનાવી દે છે. તમારી એક્સરસાઇઝમાં વેટલિફ્ટિંગ પણ સામેલ કરો. ટેસ્ટોસ્ટેરોનની ઉણપથી તમને સૂવામાં પણ તકલીફ થાય છે. તમને એન્સોમનિયા અથવા રાતે બેચેની અનુભવાય છે. તેના માટે સૂવાનું યોગ્ય રૂટીન બનાવો. એક જ સમયે સૂવો અને ઉઠો.