દેશભરમાં કોરોના સંક્રમણ નો બીજો રાઉન્ડ ગંભીર રીતે આગળ વધતા ફરી એક વખત લોકડાઉન આવે તેવા સંજોગો વચ્ચે ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં હવે દર રવિવારે સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણેય શહેરોમાં આગામી આદેશ સુધી દર વીકએન્ડે શનિવારે રાત્રે 10થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કુલ 32 કલાક લોકડાઉન રહેશે. આ સાથે જ આ ત્રણેય શહેરમાં 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે.
કોરોના એ જાણે હવે બે ઘણી ગતિ પકડી છે અને દેશમાં છેલ્લા 24 કલાકમાં જ 40,906 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23,623 સાજા થયા અને 188 લોકોનાં મૃત્યુ થયાં છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં 17,091નો વધારો થયો છે અને એકજ જ દિવસમાં 41,815 દર્દી મળી આવ્યા છે હાલમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. શુક્રવારે, 25,681 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડો દેશમાં નોંધાયેલા કુલ દર્દીઓના લગભગ 63% જેટલો છે.
દેશમાં અત્યારસુધીમાં 1.15 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1.11 કરોડ સાજા થયા છે, 1.59 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 2.85 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે
આમ કોરોના ના કેસો વધતા તંત્ર માં ચિંતા પ્રસરી છે.