રાજ્યમાં કોરોના સ્પ્રેડ થતા હવે ચિંતા વધી ગઈ છે અને સરકાર ને પણ હવે મોડે મોડે ખબર પડી કે ખરેખર કોરોના ની સ્પીડ માં ચૂંટણી પછી વધારો થયો છે હાલ માં રાજ્ય નાચાર મહાનગરોમાં કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવોને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ(તેઓ આ કામગીરી લાંબા સમયથી કરી રહ્યા છે), શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) મિલીન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એન. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપી દેવામાં આવી છે.
આમ હવે કોરોના ને કાબુ માં લેવા સરકારે પ્રયત્નો વધારી દીધા છે અને લોકો ને કોરોના ગાઇડલાઈન નો અમલ કરાવવા માટે અપીલ કરાઈ રહી છે.
