જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભારે ગભરાટ ફેલાયો છે. જાપાનની રાજધાની ટોકિયોમાં આ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જોકે,કોઈ જાનહાની ના સમાચાર નથી.
સ્થાનિક સમય મુજબ, સાંજના 6.10 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ઈશિનોમાકીથી 34 કિમી દૂર છે. ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે સુનામીના જોખમની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગત મહિને જ જાપાનના પૂર્વી સમુદ્રી કિનારે 7.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે ત્યારે કોઈ સુનામીની કોઈ જ ચેતવણી જાહેર કરી ન હતી.
ફુકુશિમાની પાસે રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે. અહીં આવેલા ભૂકંપને જાપાનની ભૂકંપીય તીવ્રતાની દ્રષ્ટીએ જોરદાર માનવામાં આવે છે. શનિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:08 વાગ્યે પૂર્વી સમુદ્રી તટ પર ઝાટકા અનુભવાયા. સરકાર તરફથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાંઠાવાળા વિસ્તારોની આજુબાજુ લોકોને ઊંચા મેદાનવાળા વિસ્તારમાં જતા રહેવા જણાવાયું છે કેમકે આફટરશોક્સ જોવા મળી શકે છે.
ફુકુશિમાની પાસે પ્રશાંત મહાસાગરમાં 54 કિલોમીટરની ઊંડાઈએ આ ભૂકંપનું કેન્દ્ર હોવાનું સામે આવ્યું છે.
