દેશના ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણી ડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર જોર શોરમાં ચાલી રહ્યો છે. જેના ભાગરુપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અસામના પ્રવાસે હતી. જ્યાં ચબુઆની અંદર તેમણે એક સભાને સંબોધિત કરી.વડાપ્રધાને કહ્યું કે ચબુઆની નામની અંદર જ ચા છે. અહીં રોપાયેલો ચાનો છોડ દુનિયાભરમાં જઇને પોતાની સુગંધ ફેલાવે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ ચાની ઓળખ ભૂંસવા માંગતા લોકોની સાથે છે. કોંગ્રેસ ભારતની સૌથી જૂની રાજનૈતિક પાર્ટી છે, જેણે 50-55 વર્ષ સુધી દેશ પર શાસન કર્યુ છે. જેઓ અત્યારે એવા લોકોનું સમર્થન કરી રહ્યા છે કે જેઓ ચા સાથે જોડાયેલી ભારતની ઓળખને ભૂંસવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું આપણે કોંગ્રેસને માફ કરી શકીએ?ટૂલકિટ કેસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે એક ટૂલકિટ તૈયાર કરવામાં આવી હતી, જેની અંદર આસામ અને આપણા યોગને બદનામ કરાયો હતો. કોંગ્રેસ પાર્ટી આ ટૂલકિટ તૈયાર કરનારા લોકોનું સમર્થન કરી રહ્યું છે. આમ છતા તેઓ હજુ પણ અસામની અંદર મત માંગવાનું દુઃસાહસ કરે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદે આગળ કહ્યું કે અહીં પાંચ વર્ષ પહેલા બ્રહ્મપુત્રા નદી પરના પુલોની સ્થિતિ શું હતી? તે તમે બધા સારી રીતે જાણો છો.
