હાલ કોરોના ની સ્થિતિ વચ્ચે કોરોના ગાઇડલાઈન ના અમલ સાથે ભાવનગર માં જી.પી.એસ.સી. દ્વારા ભાવનગરના 45 કેન્દ્રોમાં યોજાયેલી પરીક્ષામાં 11,456 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. વિગતો મુજબ ગુજરાત વહીવટી સેવા વર્ગ – 2, મુલ્કી સેવા વર્ગ – 1 અને વર્ગ – 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 ની પ્રિલીમરીની પરીક્ષા યોજાઈ હતી, આ પરીક્ષામાં છાત્રોને સરકારની કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક અને ઝીક ઝેક પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી,
જી.પી.એસ.સી ની પરીક્ષા બે સેશનમાં લેવાઈ હતી જેમાં સવારે 10 થી 1 અને બપોરે 3 થી 6 માં લેવામાં આવી હતી, ભાવનગરના 45 કેન્દ્રો પર 465 બ્લોકમાં 11,156 છાત્રો પરીક્ષા આપશે, આ પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લેવામાં આવી હતી.