નવી દિલ્હીઃ હાલ નવા બટાકાની સીઝન ચાલી રહી છે. બજારોમાં નવા બટાકાની આવક પુરજોશમાં થતા ભાવમાં ધરખમ ઘટાડો થયો છે જેના લીધે ગૃહિણીઓને બટાકાની વેફર બનાવવી સસ્તી પડશે.
હાલ મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાં બટાકાના જથ્થાબંધ ભાવ હાલ 5-6 રૂપિયા પ્રતિ કિગ્રા બોલિ રહ્યા છે જે પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 50 ટકા સસ્તા છે. હાલ મોંઘવારીના માર લોકોને ભોજન માટે સૌથી મહત્વપૂર્ણ શાકભાજી અત્યંત નીચા ભાવ ઉપલબ્ધ છે પરંતુ બટાકા ઉત્પાદક ખેડૂતોની માટે ઉત્પાદન ખર્ચ જેટલુ વળતર મેળવવુ પણ મુશ્કેલ બન્યુ છે.
એક વર્ષ પૂર્વે સમાન મહિનામાં ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં બટાકાના ભાવ 8-9 રૂપિયા પ્રતિ કિગ્રાના નીચલા સ્તરે હતા. તો અન્ય રાજ્યોમાં તેના ભાવ 10 રૂપિયા પ્રતિ કિગ્રા તથા જથ્થા મંડીઓમાં 23 રૂપિયા પ્રતિ કિગ્રા બોલાઇ રહ્યા હતા.
આવી જ રીતે વપરાશ ક્ષેત્રોમાં 20 માર્ચના રોજ બટાકાનો જથ્થાબંધ ભાવ એક વર્ષ પૂર્વેની તુલનામાં 50 ટકા નીચે હતો. દિલ્હી સહિત 16માંથી 12 વપરાશ ક્ષેત્રોમાં બટાકના ભાવ 50 ટકા સસ્તા બોલાઇ રહ્યા હતા. ઉદાહરણ તરીકે 20 માર્ચના રોજ પંજાબના અમૃતસર અને દિલ્હીમાં બટાકાના ભાવ પાંચરૂપિયા પ્રતિ કિગ્રાના નીચલા સ્તરે હતા. તેનો મહત્તમ ભાવ ચેન્નઇમાં 17 રૂપિયા પ્રતિ કિગ્રા હતો. આવું જ વલણ છુટક બજારમાં પણ જોવા મળ્યુ છે.
ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રીના આંકડાઓ મુજબ ઉત્તર પ્રદેશ, પશ્ચિંમ બંગાળ, પંજાબ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાતઅને બિહારના 6 મુખ્ય બટાકા ઉત્પાદક પ્રદેશોમાંથી 25 સ્થલે તેના જથ્થાબંધ ભાવ 20 માર્ચના એક વર્ષ પૂર્વેની તુલનાએ 50 ટકા ઘટી ગયા છે. ઉત્તર પ્રદેશની સંભલ અને ગુજરાતની ડીસા મંડીઓમાં બટાકાના ભાવ ત્રણ વર્ષના સરેરાશ ભાવથી નીચે એટલે કે 6 રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે જતા રહ્યા છે.