ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોનાનો ભરડો ધીમે ધીમે પાટનગરના સચિવાલયમાં પણ વધ્યો છે. સચિવાલયમાં ત્રણ મંત્રીઓની ઓફિસના અધિકારી કોરોના પોઝિટિવ આવવાથી વહીવટી તંત્ર દોડતું થયું છે.
મંત્રી આર.સી આર.સી ફળદુના પીએસ મહેશ લાડ કોરોના પોઝિટિવ, મંત્રી દિલીપ ઠાકોરના પીએસ ધર્મજીત યાજ્ઞિક કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલમાં વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આ વચ્ચે કોરોના વાયરસથી અધિકારીઓ સંક્રમિત થતા હવે ચિંતાનો વિષય બન્યો છે. બન્ને અધિકારીઓ વિધાનસભા સત્ર દરમિયાન બજાવતા હતા ફરજ, સચિવાલયમાં અગાઉ પણ 5 કરતા વધુ અધિકારી કોરીના પોઝિટિવ આવ્યા હતા.
કૃષિ મંત્રી ફળદૂને ત્યા સેક્રેટરી મહેશ લાડ, રોજગાર મંત્રી ઠાકોરને ત્યા ધર્મજીત યાજ્ઞિક અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પરમારને ત્યા ક્લાર્ક કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ત્રણેય ઓફિસમા બીજી વખત કોરોનાના કેસ છે. રાજ્યમાં કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે સરકારે રસીકરણ અભિયાન વેગવંતુ બનાવ્યું છે.. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે ગઇકાલે રવિવારે પણ વેક્સિનનેશનની કામગીરી ચાલુ રહી… રવિવારે રાજ્યના કુલ 2.7 લાખ લોકોને રસી આપવામાં આવી.