મુંબઇઃ જો તમે બેન્કમાં જરૂરી કામ પૂરું નથી કર્યું તો જાણી લેવો કે તમારે તમારું કામ કરવા માટે લાંબી રાહ જોવી પડશે. એનું કારણ એ છે કે માર્ચમાં હવે હોળી આવાની છે. માટે માર્ચમાં 30 માર્ચ સુધી બેન્ક હોલી-ડે રહેશે. ત્યાર પછી એપ્રિલ 2021માં તો બેંકોમાં 14 દિવસ રજા રહેશે. આરબીઆઈ તરફથી જારી કરવામાં આવેલઈ સૂચિ અનુસાર, એપ્રિલ 2021માં 14 દિવસ બેન્ક રજા રહેશે. એવામાં અલગ લાલગ તહેવારોને લઇ લગભગ 8 દિવસ બેન્ક બંધ રહેશે. 1 એપ્રિલે કલોઝિંદ ડેના કારણે, બીજા રવિવાર અને શનિવારે બંધ રહેશે.
જણાવી દઈએ કે આ મહિને 27થી 29 માર્ચ સુધી હોળીની રજા હશે એના ચોથો શનિવાર અને રવિવારની રજા શામેલ છે. ત્યાર પછી 31 માર્ચના રોજ ફરી બેન્ક ખુલશે. જો કે ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના છેલ્લા દિવસના કારણે 31 માર્ચે બેંકોમાં ગ્રાહકો માટે કોઈ કામ નહિ કરવામાં આવે. આરબીઆઇની સૂચિ મુજબ, બેંકોમાં માત્ર 2 દિવસ 27 માર્ચ અને 4 એપ્રિલે કામ કરવામાં આવશે. ત્યારે હોળીના કારણે 27થી 29 માર્ચ બેન્ક સતત ત્રણ દિવસ બંધ રહેશે. જો કે બિહારની રાજધાની પટનામાં 30 માર્ચે બેંકોમાં રજા રહેશે. અહીંની બેંકોમાં બે દિવસ હોળીની રજા રહેશે.
1 એપ્રિક : વાર્ષિક રજા
2 એપ્રિલ : ગુડ ફ્રાઈડે
4 એપ્રિલ : રવિવાર
5 એપ્રિલ : બાબુ જગજીવન રામ જયંતિ
10 એપ્રિલ : બીજો શનિવાર
11 એપ્રિલ : રવિવાર
13 એપ્રિલ : ગુડી પાડવા, તેલુગુ નવું વર્ષ, બૈશાખી, નવરાત્રની શરૂઆત
14 એપ્રિલ : બાબા સાહેબ આંબેડકર જયંતિ
15 એપ્રિલ : હિમાચલ ડે, બંગાળી નવું વર્ષ, બિહુ, સરહુલ
16 એપ્રિલ : બિહુ
18 એપ્રિલ : રવિવાર
21 એપ્રિલ : રામ નવમી
24 એપ્રિલ : ચોથો શનિવાર
25 એપ્રિલ : રવિવાર