એક જ મહિલાને બે પ્રેગ્નન્સીમાં તેને બે અલગ અલગ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં કોઈ શંકા નથી કે દરેક પ્રેગ્નન્સી એક બીજાથી અલગ હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતા લક્ષણોથી લઈને મૂડ સ્વિંગ અને ડિલિવરી પદ્ધતિઓ જેવી કે સામાન્ય અથવા સિઝેરિયન સુધીની દરેક વસ્તુ બદલાઈ શકે છે. પરંતુ ગર્ભાવસ્થાને લગતી બીજી સમસ્યા જેની પહેલાં વાત કરવામાં આવી ન હતી પરંતુ હવે તે ખુલ્લીને વાત કરવામાં આવી રહી છે તે છે પોસ્ટપાર્ટમ ડિપ્રેસન. એટલે કે બાળકને જન્મ આપ્યા પછી નવી માતાને થનારી હતાશા. એક નવા સંશોધન મુજબ, સગર્ભા સ્ત્રીને ડિલિવરી વર્ષના કયા મહિનામાં કરવામાં આવે છે તેના ઉપર પણ ખૂબજ મોટા પ્રમાણમાં નિર્ભર કરે છે કે મહિલાને ડિપ્રેશનનો સામનો કરવો પડશે કે નહીં. ખાનગી પેપરમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ આ અધ્યયન માટે સંશોધનકારોએ જૂન 2015 થી ઓગસ્ટ 2017 ની વચ્ચે બાળકોને જન્મ આપનારી 20,000 મહિલાઓની તપાસ કરી. અભ્યાસના પરિણામો પરથી જાણવા મળ્યું કે જે મહિલાઓએ શિયાળો અથવા વસંત ઋતુમાં બાળકને જન્મ આપ્યો છે, તેવી સ્ત્રીઓમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશન તવાો ભય ઓછો હતો, તેની તુલનામાં ઉનાળા અથવા શરદઋતુમાં બાળકને જન્મ આપ્યો હતો.અમેરિકન સોસાયટી ઓફ એનિસ્થેસિયોલોજિસ્ટની મીટિંગ દરમિયાન સંશોધનકારોએ આ અભ્યાસ રજૂ કર્યો અને એ પણ સમજાવ્યું કે જે ઋતુમાં બાળક જન્મે છે તે એક માત્ર જોખમનું પરિબળ નથી જે નવી માતાને ડિપ્રેસનનું કારણ બને છે. આ સિવાય નવી માતાના વજન, ડિલિવરી દરમિયાન એપિડ્યુરલનો ઉપયોગ અને બાળક કેટલા દિવસ માતાના ગર્ભમાં રહ્યો જેવી અનેક વસ્તુઓ પણ આ વસ્તુઓમાં શામેલ છે. ઉનાળા અથવા શરદ ઋતુમાં બાળકને જન્મ આપનારી માતાને હતાશા થવાનું જોખમ વધુ હોવાના ઘણા કારણો છે. પ્રથમ અને મુખ્ય કારણ એ છે કે નવી માતા બાળકની સંભાળને લીધે ઘણા મહિનાઓથી ઘરની બહાર નીકળી શકતી નથી અને તેથી સૂર્યપ્રકાશના અભાવે શરીરને વિટામિન ડીની કમી થવાનું શરૂ થાય છે. વિટામિન ડીની ઉણપ એ ડિપ્રેશન માટેનું સૌથી મહત્વપૂર્ણ જોખમી પરિબળ છે. ઘણા અધ્યયન અનુસાર, ઘણી નવી માતાઓ પણ જાણતી નથી કે તેઓ પોસ્ટપાર્ટમ ડિપ્રેસનમાંથી પસાર થઈ રહી છે.