લોકોને પાર્કિંગ સાથે ગાર્ડન સુવિધા હોય તેવા ઘર ખરીદવામાં ઉત્સાહ દાખવે છે. લોકોને આવી વસ્તુઓમાં રસ હોય છે. પરંતુ ઘણી જગ્યાએ પાર્કિંગ પ્લોટ પણ બની રહ્યા છે. આ પાર્કિંગમાં લોકોને વેચાતા અપાય છે આવા જ એક પાર્કિંગની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો. જી. હાં. અમે જે વાત કરી એ છીએ તે બ્રિટેનમાં એવરેજ એક ઘરની કિંમતની બરાબર 2 કરોડ રૂપિયામાં પાર્કિંગ માટે આપવા પડી રહ્યા છે. અહીં સેન્ટ્રલ લંડનમાં એક પાર્કિંગની કિંમત 2 કરોડ 11 લાખ બતાવાઈ રહી છે.ધ સનની રિપોર્ટ મુજબ આ પાર્કિંગ સ્પેસ હાઈડ પાર્કમાં છે. એની કિંમત પણ એટલી બધી વધારે છે કારણ કે આ ઓક્સફોર્ડ સ્ટ્રીની પાસે છે. લંડનમાં જેટલી કિંમત આ પાર્કિંગ સ્પેસની લગાવવામાં આવી છે. તેટલામાં તો બ્રિટનના કોઈ બીજા વિસ્તારમાં કે બીજા શહેરમાં ગાર્ડન અને પાર્કિગની સાથે 3 બીએચકે ઘર ખરીદી શકાય છે.રિપોર્ટ મુજબ હાઈડ પાર્કમાં આ પાર્કિંગ સ્પેસ ખરીદનારને 85 વર્ષની લીઝ પર મળશે. તે પછી તે ખરીદનારને પોતાની ગાડી સિટી સેન્ટરમાં પાર્ક નહીં કરવી પડે. લંડનના આ વિસ્તારમાં પાર્કિંગ ની જગ્યા શોધવી ખૂબજ મુશ્કેલ કામ હોય છે. એટલા માટે અહીં પાર્કિંગ સ્પેસની એટલી બધી મોટી કિંમત ચૂકવવી પડે છે.આ પહેલા નાઈટ્સબ્રિજમાં એક પાર્કિંગ સ્પેસની કિંમત 3 કરોડ 51 લાખ રૂપિયા લગાવવામાં આવી રહી છે. બ્રિટેનમાં સૌથી મોંઘી પાર્કિંગની જગ્યા વર્ષ 2014માં 4 કરોડ રૂપિયામાં વેચાઈ ગઈ હતી.
