મુંબઇઃ ચાલુ સપ્તાહ ભારતીય શેરબજાર માટે ઘણું જ નિર્ણાયક રહેશે. કારણે તાજેતરમાં હવે નાણાંકીય વર્ષ 2020-21 સમાપ્ત થવા જઇ રહ્યુ છે. તે ઉપરાંત ચાલુ સપ્તાહે આઇપીઓ લાવનાર 4 કંપનીઓના શેરનું સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગથઇ શકે છે. તે ઉપરાંત અન્ય એક કંપનીઓનો આઇપીઓ પણ ખુલશે. આ દરમિયાન રોકાણકારોને કેટલાંક આઇપીઓમાં નાણા કમાવવાની તક પણ મળી શકે છે.
અનુપમ કેમિકલના શેર ગ્રે માર્કેટમાં 22% ઉપર
અનુપમ કેમિકલ્સનો શેર આ અઠવાડિયામાં પહેલીવાર 24 માર્ચે લિસ્ટ થશે. તેનો શેર 680 રૂપિયાના ભાવે લિસ્ટ થઈ શકે છે, કારણ કે આ શેર ગ્રે માર્કેટમાં 22%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. તેની ઇશ્યૂ પ્રાઈસ 553-555 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. એટલે કે, દરેક શેર પર રોકાણકારોને લગભગ 120-130 રૂપિયાનો લાભ મળશે.
કલ્યાણ જ્વેલર્સના શેર 23 માર્ચે અલોટ થશે
કલ્યાણ જ્વેલર્સના શેર 23 માર્ચે ફાળવવામાં આવશે. ગ્રે માર્કેટમાં શેર ઇશ્યૂ પ્રાઈસ કરતા રૂ. 2-4 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તેની ઇશ્યૂ પ્રાઈસ 86-87 રૂપિયા હતી. એટલે કે, તેનું લિસ્ટિંગ લગભગ 90-95 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. આઇપીઓ દ્વારા કંપનીએ 1,175 કરોડ એકત્ર કર્યા છે. જેમાં 800 કરોડ રૂપિયાના નવા શેર અને 375 કરોડના શેરને ઓએફએસ દ્વારા જારી કરવામાં આવ્યા હતા. તેનો આઈપીઓ 2.6 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો.
બાર્બીક્યૂ નેશનનો IPO 24 માર્ચે ખૂલશે
બાર્બીક્યુ નેશનનો આઈપીઓ આ વર્ષનો 17મો આઈપીઓ હશે. તે 24 માર્ચથી ખુલશે. એક શેરની કિંમત 498-500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપની રૂ. 453 કરોડ એકત્ર કરવા માટે આઈપીઓમાં રૂ. 180 કરોડના નવા શેરો ઇશ્યુ કરશે, જ્યારે 54.6 લાખ શેરો ઓફર ફોર સેલ (ઓએફએસ) દ્વારા જારી કરવામાં આવશે. પ્રમોટર્સ અને શેરહોલ્ડરો ઓએફએસમાં તેમનો હિસ્સો વેચશે. આ પબ્લિક ઈશ્યૂ 24 માર્ચથી 26 માર્ચ સુધી ખુલ્લો રહેશે.
લક્ષ્મી ઓર્ગેનિકના શેરથી રોકાણકારોનો થઈ શકે ફાયદો, 26 માર્ચે કલ્યાણ જ્વેલર્સનો શેર
ગ્રે માર્કેટમાં ચાલી રહેલા ભાવના આધારે લક્ષ્મી ઓર્ગેનિકના શેર 200 રૂપિયાના ભાવે લિસ્ટ થઈ શકે છે, જેનો ઈશ્યૂ પ્રાઈસ 129-130 રૂપિયા છે. આનું લિસ્ટિંગ 25 માર્ચે થઈ શકે છે. ત્યારે 26 માર્ચે કલ્યાણ જ્વેલર્સનું લિસ્ટિંગ થશે.
આજે 22 માર્ચે ક્રાફ્ટ્સમેનના શેરનું થશે એલોટમેન્ટ
સપ્તાહની શરૂઆતમાં 22 માર્ચને સોમવારે ક્રાફ્ટ્સમેનના શેર અલોટ થશે. શેર બજારમાં લિસ્ટ થતા પહેલા ગ્રે માર્કેટમાં એક શેરનો ભાવ ઈશ્યૂ પ્રાઈસથી 35 રૂપિયે કારોબાર કરી રહ્યો છે. આ 15 માર્ચે 170 રૂપિયાની બઢત સાથે ટ્રેડ કરી રહ્યો હતો. ક્રાફ્ટ્સમેન અને લક્ષ્મી ઓર્ગેનિકના શેરોનું લિસ્ટિંગ 25 માર્ચે થશે.