નવી દિલ્હીઃ રિલાયન્સ – ફ્યૂચર ગ્રૂપની ડીલમાં બિગ બજારના માલિક અને ફ્યૂચર ગ્રૂપના સીઇઓ કિશોર બિયાનીને મોટી રાહત મળી છે. દિલ્હી હાઇકોર્ટની સિંગલ જજની ખંડપીઠે અગાઉના એ આદેશ પર સ્ટે મૂક્યો છે જેમાં ફ્યૂચર ગ્રૂપને મુકેશ અંબાણીની માલિકીની કંપની સાથે 24,713 કરોડ રૂપિયાની ડીલને અંતિમ સ્વરૂપ આપતા અટકાવી દીધા હતા. આ કેસની આગામી સુનાવણી 30 એપ્રિલના રોજ થશે. હાઇકોર્ટની સિંગલ જજ ડિવિઝને ફ્યૂચર ગ્રૂપના સીઇઓ કિશોર બિયાની, અન્યોની સંપત્તિ ટાંચમાં લેવા અને 28 એપ્રિલના રોજ અદાલતમાં હાજર થવાના આદેશને પણ સ્થગિત કરી દીધો છે.
ઉલ્લેખનિય છે કે, ચાલુ મહિને હાઇકોર્ટે કિશોર બિયાનીને 28 એપ્રિલના રોજ કોર્ટમાં હાજર થવા અને સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો. અદાલતે પૂછ્યુ કે સિંગાપુર ઇએના આદેશના ઉલ્લંધન બદલ તેમને ત્રણ મહિનાની જેલની સજા થવી જોઇએ. આ આદેશ સિંગલ બેન્ચનો ઓર્ડર સિંગાપુરના ઇમર્જન્સી આર્બિટ્રેટર તરફથી 25 ઓક્ટોબર 2020ના રોજ જારી આદેશને લાગુ કરવાના એમેઝોનની અપીલ પર આવ્યો હતો. દિગ્ગજ અમેરિકન ઇ-કોમર્સ કંપની એમેઝોને ફ્યૂચર ગ્રૂપ દ્વારા પોતોના રિટેલ બિઝનેસ રિલાયન્સ ગ્રૂપને વેચવાને યોજના સામે વાંધો ઉઠાવ્યો છે.
દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.એન. પટેલ અને જસ્ટિસ જસમીત સિંહની ડિવિઝન બેંચે આ ડીલ અંગે 18 માર્ચના રોજ સિંગલ જજના આદેશની વિરુદ્ધ ફ્યૂચરગ્રૂપની અપીલ પર એમેઝોનને નોટિસ ફટકારી છે. જસ્ટિસ જે.એસ. મિડ્ઢાની સિંગલ જજે ફ્યૂચર કૂપંસ પ્રાઇવેટ લિમિટેડ, ફ્યૂચર રિટેલ, કિશોર બિયાની અને 10 અન્ય પ્રમોટરોની સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો, તેની ઉપર પણ કોર્ટની ખંડપીઠે રોક બગાવી દીધી છે.