જો તમારુ આધાર કાર્ડ ખોવાઈ ગયુ હોય તો તમારે બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. તમે મામુલી કીંમત આપીને UIDAIની વેબસાઈટ પરથી બીજીવાર તેની પ્રિન્ટ માંગી શકો છો.
આધાર નંબર આપતી સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઇ) ને અગાઉ આધારકાર્ડનું ઇ-વર્ઝન ડાઉનલોડ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જે તમારે જાતે છાપવાનું હતું. જો કે, નવી સુવિધા અંતર્ગત, છાપેલ આધારકાર્ડ તમારા ઘરે આવશે. આ માટે તમારે 50 રૂપિયા ફી આપવી પડશે. ચાલો જાણીએ તેની રીત.
ખોવાયેલુ આધારકાર્ડ આ રીતે મેળવો
- UIDAIની ઓફિશિયલ વેબસાઈટ http://www.uidai.gov.in/ પર જાઓ.
- હવે My Aadhaar સેક્શન અંદર Get Aadhaarનો ઓપ્શન દેખાશે.
- તેની નીચે આપેલા વિકલ્પમાંથી Retrieve Lost or Forgotten EID/UID વિકલ્પ પસંદ કરો.
- હવે એક નવુ પેઈઝ ખુલશે. જયાં તમારે કેટલીક વિગતો ભરવાની રહેશે.
- તમારે આધારકાર્ડ નંબર, નાંમાકંન સંખ્યા, આખુ નામ, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર જેવી વિગતો ભરવાની રહેશે.
- તમે ઈમેઈલ એડ્રેસ પણ ગદાકલ કરી શકો છો.
- હવે તમારે કેપ્ચા કોડ દાખલ કરો. જે બાદ ‘Send OTP’ અથવા ‘Send TOTP’ વિકલ્પ પસંદ કરો.
- તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, તો TOTP તમારા mAADHAAR એપ પર મોકલવામાં આવે છે.
- હવે એક પેમેન્ટ ગેટવે પેઈઝ ખુલશે.જયાં તમારે 50 રૂપિયાની કીંમતની ચૂકવણી કરવાની છે.
- જે બાદ સ્પીડ પોસ્ટ દ્વારા આગામી 15 દિવસમાં કાર્ડની એક હાર્ડ કોપી મોકલાશે.