દેશમાં પોતાની ડિજિટલ કરન્સી લાવવાની વાત કહેવામાં આવી હતી. આ વચ્ચે જાણકારી મળી છે કે મોદી સરકાર cryptocurrencyમાં કારોબાર કરવા વાળી ફાર્મા અને એક્સચેન્જના ઇન્ટરનેટ પ્રોટોકોલ(IP) એડ્રેસને બ્લોક કરવાની તૈયારી કરી રહી છે. જો આ નિર્ણય લેવામાં આવે તો આવનારા સમયમાં કેન્દ્ર એવા IPને બ્લોક કરી શકે છે જેના દ્વારા ભારતમાં cryptocurrencyનું ટ્રાન્જેક્શન થઇ રહ્યું છે.IP બ્લોક કરવાની જાણકારી એવા સમયે બહાર આવી રહી છે, જયારે પહેલા એ રિપોર્ટ સામે આવી ચુકી છે કે કેન્દ્ર સરકાર cryptocurrencyને લઇ સખત નિયમ બનાવી રહી છે. સરકાર જલ્દી ક્રીપ્ટોકરંસી અને રેગયલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021ને સંસદમાં રજુ કરવાની છે . cryptocurrencyને લઇ ભારત સરકાર તરફથી કોઈ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. પરંતુ આ વાતમાં કોઈ બીજું મંતવ્ય નથી કે સરકાર cryptocurrencyને લઇ સખત રહી છે. એનું કારણ એ છે કે તેઓ પોતાની ડિજિટલ કરન્સી લાવવાની યોજના તરફ કામ કરી રહી છે.સરકારના આ પગલાંત્યહીં cryptocurrencyમાં રોકાણ કરવા વાળા લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
જાણકારી મુજબ ભારતમાં લાખોની સંખ્યામાં લોકો cryptocurrencyમાં રોકાણ કરે છે. એનાથી રિસ્ક હોવા છતા ફાયદો ઘણો વધુ છે. પરંતુ જ્યારે IP એડ્રેસ બ્લોક કરી દેવામાં આવશે, ત્યારે લોકો માટે રોકાણ કરવું મુશ્કેલ બનશે.મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે કેટલીક એડલ્ટ સાઇટ્સ અને ચાઇનીઝ સાઇટ્સના આઇપી એડ્રેસોને બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. નિષ્ણાતો માને છે કે આગામી સમયમાં સરકાર cryptocurrencyના તમામ પ્લેટફોર્મ અને રોકાણના સ્રોત બંધ કરશે. આનાથી ભારતમાં cryptocurrencyમાં કોઈ પણ માઇનિંગ, વેપાર અને ચલણ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકાર cryptocurrency સામે ખૂબ જલ્દીથી બિલ લાવવા જઈ રહી છે. સંસદમાં સરકારને સંપૂર્ણ બહુમતી છે, તેથી સરકારને ક્રિપ્ટોકરન્સી વિરુદ્ધ કાયદા બનાવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. જો આવા કાયદો બને છે, તો ભારત cryptocurrencyને ગેરકાયદેસર જાહેર કરનાર પ્રથમ દેશ હશે. ચીનમાં પણ cryptocurrencyની માઇનિંગ અને વેપાર પર પ્રતિબંધ છે. ભારતમાં cryptocurrency રાખવી પણ ગુનો બનશે. તેના તમામ ટ્રેડિંગ એક્સચેંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. cryptocurrency રાખવું અને વેચાણ ગુનો માનવામાં આવશે અને કાનૂની કાર્યવાહી થશે. જે લોકો cryptocurrency ધરાવે છે અને કરે છે તેઓને દંડ સાથે જેલની સજા પણ ભોગવવી પડી શકે છે.