જો 20થી 30 વર્ષની ઉંમરમાં તમે ઓવરવેટ છો તો ભવિષ્યમાં તમારી યાદશક્તિ ઓછી થઇ શકે છે. સમજવા-વિચારવાની ક્ષમતા પર ખરાબ અસર પડી શકે છે. આવો દાવો અમેરિકાના સંશોધકોએ 15 હજાર લોકો પર રિસર્ચ પછી કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે, સ્થૂળતાથી પીડિત યુવાનોમાં હાર્ટ ડિસીઝનું જોખમ રહે છે તેની અસર આગળ જતા મગજ પર પડે છે. રિસર્ચ કરનારા કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, જે યુવાનો વધારે વજન ધરાવે છે અને તેમનો બોડી માસ ઇન્ડેક્સ અને બ્લડ પ્રેશર ઓછી ઉંમરમાં વધેલું રહે છે. શરીરમાં ચરબી અને બ્લડ પ્રેશરને લીધે મગજ પર ડબલ ખરાબ અસર થાય છે. એટલું જ નહિ, તેમનું ગ્લુકોઝ લેવલ પણ 5 ગણું વધી શકે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ન્યૂરોલોજિસ્ટ ક્રિસ્ટિન યાફેએ કહ્યું, યુવાવસ્થામાં સ્થૂળતા કન્ટ્રોલ કરીએ તો ભવિષ્યમાં મગજ પર પડતી ખરાબ અસરને રોકી શકાય છે. આ માટે બોડી માસ ઇન્ડેક્સ, બ્લડ ગ્લુકોઝ લેવલ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરો.
