ચંદીગઢની 25 વર્ષીય મહિલાને તેની પીરિયડ્સ દરમિયાન તેની આંખોમાંથી લોહી નીકળવાની સમસ્યા છે. આ મહિલાનો મામલો બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો હતો. 5 વર્ષ પહેલાં, મહિલાએ આંખોમાંથી લોહી નીકળવા પર ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. આ સમય દરમિયાન, સ્ત્રીને કોઈ પણ પ્રકારનો દુખાવો કે અન્ય સમસ્યા ન હતી. આવું તેની સાથે બે વાર બન્યું. ઘણા પરીક્ષણો કર્યા પછી પણ ડોકટરો આ વિચિત્ર સમસ્યાને સમજી શક્યા નહીં. આ કેસનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી, ડોકટરો સમજી ગયા કે ફક્ત પીરિયડ દરમિયાન મહિલાની આંખોમાંથી લોહી નીકળતું હતું. મહિલાના અનેક પરીક્ષણો બાદ તપાસમાં બહાર આવ્યું છે કે આ દુર્લભ સ્થિતિ ‘ઓક્યુલર વાઇકરિયસ માસિક સ્રાવ’ (Ocular Vicarious Menstruation) છે, જે પીરિયડ્સમાં ગર્ભાશય સિવાયના અન્ય અવયવોમાંથી લોહીનું કારણ બને છે. હોઠ, આંખો, ફેફસાં, પેટ અને નાકમાંથી પણ રક્તસ્ત્રાવ થઈ શકે છે. આ કિસ્સામાં, મહિલાની આંખોમાંથી બ્લિડિંગ થતું હતું.આ સ્ત્રીની ઓક્યુલર બ્લિડિંગનો કોઈ પારિવારિક ઇતિહાસ નથી આને કારણે પણ ડોકટરો પણ આશ્ચર્યચકિત થયા હતા.
