રાજ્ય માં કોરોના ના કેસ માં ઉછાળો આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે મહત્વ નો નિર્ણય કરી આધાર કાર્ડ વગર પણ કોરોના વેકસીન આપવાનો નિર્ણય લીધો છે જેમાં ભિક્ષુકો તેમજ વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોર્બિડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે. CM રૂપાણીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. નોધનીય છે કે અત્યાર સુધમાં કુલ 32,74,493 લોકોને પ્રથમ ડોઝનું અને 6,03,693 લોકોનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 38,78,186 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
આમ રસી કરણ ની ઝુંબેશ ચાલુ છે અને લોકો ને વધુ ને વધુ રસી આપવા તંત્ર કામે લાગ્યું છે.
