તાજેતરમાં લંડનમાં બેઠેલા એક ટેટૂ આર્ટિસ્ટે રોબોટિક્સની મદદથી નેધરલેન્ડમાં એક મહિલાના હાથ પર ટેટૂ બનાવ્યું. 5G ટેક્નોલોજીની મદદથી આ શક્ય બન્યું છે. તે દુનિયાનું પહેલું રિમોટ ટેટૂ છે જે 483 કિલોમીટરના અંતરેથી બનાવવામાં આવ્યું છે. જે 5G ટેક્નોલોજીથી સજ્જ રોબોટિક આર્મથી ટેટૂ બનાવવામાં આવ્યું છે તેને લંડનના ટેક્નોલોજિસ્ટ નોયલ ડ્રિયુએ તૈયાર કર્યું છે. નોયલના જણાવ્યા મુજબ,અમે રિઅલ ટાઈમમાં રોબોટના હાથ પર કંટ્રોલ જાળવી રાખ્યું અને મહિલાના હાથ પર ટેટૂ બનાવવામાં આવ્યું. આવું 5G ડેટાની મદદથી શક્ય બન્યું. ટેટૂ આર્ટિસ્ટ વેસ થોમસે જણાવ્યું કે, હાથ પર ડિઝાઈનને બનાવવા માટે તેમને વચ્ચે વચ્ચે લગભગ સો વખત તેમના ઈન્સ્ટ્રુમેન્ટની તપાસ કરી. ટેટૂ નેધરલેન્ડની એક્ટ્રેસ સ્ટિન ફ્રેંસેનના કાંડા પર બનાવવામાં આવ્યું. તેને ‘ઇમ્પોસિબલ ટેટૂ’ નામ આપવામાં આવ્યું છે.
