BCI (બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)એ AIBE (ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન)ના 16મી એડિશનની પરીક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવી છે. કાઉન્સિલે AIBEના રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એક્ઝામ ફીની ચૂકવણી અને અરજી અંતિમ રીતે જમા કરાવવાની તારીખ પણ લંબાવી છે. પરીક્ષા માટે અરજી કરનાર ઈચ્છુક ઉમેદવાર ઓફિશિયલ પોર્ટલ allindiabarexamination.com નાં માધ્મયથી નવું શિડ્યૂલ જોઈ શકે છે. આ પહેલાં અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ હતી, હવે તે 31 માર્ચ થઈ છે. ઉમેદવારે અરજી સાથે સ્ટેટ લિગલ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત પ્રમાણ પત્રોની કોપી પોતાના ફોટો, સિગ્નેચર, ફોટો આઈડી અને એનરોલમેન્ટ સર્ટિફિકેટ સાથે અપલોડ કરવાના રહેશે. આ સર્ટિફિકેટ સિવાય અરજી સ્વીકારવામાં નહિ આવે.
