સુરતમાં જોવા મળેલા નવા સ્ટ્રેનને કારણે હાલ ડોક્ટરો ટીબીના દર્દીઓ અને ખાસ તકેદારી રાખવાનુ સૂચન કરી રહ્યા છે.ટીબીના દર્દીમાં ખાંસી, તાવ, છાતીમાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તક્લીફ જેવા પ્રાથમિક લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો પણ કોરોનાના દર્દીઓમાં પણ જોવા મળે છે. એટલે કે આ બંને રોગમાં ફેફસાનું ઈન્વોલ્વમેન્ટ હોય છે. વળી કોરોનાકાળમાં ટીબીના દર્દીઓને કોરોના થવાના કેસ તેમજ કોરોના થયા પછી પણ ટીબી થવાના કિસ્સા પણ નોંધાયા છે.ટીબીના દર્દીઓએ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટેની દરેક તકેદારી લેવા માટે ડોક્ટરો અપીલ કરી રહ્યા છે. ટીબીના દરેક દર્દીઓને એન-95 માસ્ક, પ્રોપર ન્યુટ્રીશન, વિટામિન સી અને પાણીનો આગ્રહ વધુ રાખવાનું ડોક્ટરો કહે છે. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ટ્યુબરક્યુલોસીસ સેન્ટર ઉપર સારવાર લેવા માટે દક્ષિણ ગુજરાતના શહેરો થી લઈને મહારાષ્ટ્રના ગામડાથી પણ દર્દીઓ સુરત આવે છે.સિવિલ હોસ્પિટલ ટીબી સેન્ટરના હેડ ડો.પારુલ વડગામાં એ કહ્યું કે, પ્રત્યેક દર્દી પાછળ સરકાર 15 લાખની બીડાકુલીન દવાની ટ્રીટમેન્ટ ફ્રીમાં આપી રહી છે. ટીબીના દર્દીઓ માટે હાલ વેક્સિનેશન વધારે હિતાવહ છે.
