ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન ગત.તા. 23 માર્ચ ના રોજ પાંચ ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા બાદ આંકડો નવ ઉપર પહોંચ્યો છે અને ગૃહમાં કોરોના વાયરસ ઘૂસી ગયો હોવાથી વિધાનસભા ગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. આ પ્રકારના સેનિટેશન ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો છે. યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબો સમય તેની અસર રહે છે. જ્યારે નેતાઓ ને માસ્ક નું કડક પાલન કરવા માટે આખરે દંડ ની રકમ રૂ. 500 થી વધારીને રૂ.1000 કરવામાં આવી છે.
એટલું જ નહીં પણ હવે ધારાસભ્યો ભોજનાલયમાં એકસાથે બેસીને નાસ્તો નહીં કરી શકે
તેમજ આજે 24 માર્ચ જ અધ્યક્ષના આદેશનો અમલ શરૂ કરવામાં આવતા વિધાનસભાના લિફ્ટમેનને ગ્લોવ્ઝ આપવામાં આવ્યા છે. જ્યારે ધારાસભ્યો હવે કેન્ટીનમાં
એકસાથે બેસીને નાસ્તો કરી શકશે નહીં. ધારાસભ્યોની કેન્ટીનમાં હવે સૂકો અને ગરમ નાસ્તો મળશે. માત્ર એટલું જ નહીં, વિધાનસભા પરિસરમાં માસ્ક યોગ્ય રીતે પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી કોરોના સંક્રમિત થયેલા નેતાઓ માં ઇશ્વરસિહ પટેલ, (મંત્રી),બાબુભાઈ પટેલ,શૈલેશ મહેતા,મોહનસિંહ ઢોડિયા, પુંજાભાઈ વંશ,નૌશાદ સોલંકી,
ભીખાભાઈ બારૈયા,વિજય પટેલ,ભરતજી ઠાકોર નો સમાવેશ થાય છે.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું હતું. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
