રાજ્ય માં હાલ કોરોના વકર્યો છે ત્યારે દર્દીને ફેફસામાં કેટલું સંક્રમણ છે અને ફેફસાની સ્થિતિ કેવી છે તે જાણવા માટે સીટી સ્કેન મશીન ની આવશ્યકતા ઉભી થાય છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ગુજરાતની 20 જિલ્લા હોસ્પિટલોમાં સરકારે સીટી સ્કેન મશીનો જ મુક્યા નથી અને ગંભીર રોગોના નિદાન માટે જરૂરી એવાં એમઆરઆઇ મશીન પણ રાજ્યની 28 જિલ્લા હોસ્પિટલો પાસે નથી. રાજ્યમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત 16 હોસ્પિટલોમાં જ સીટી સ્કેન મશીન છે.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ આરોગ્ય મંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આ સવાલ કરતા નીતિન પટેલે સ્વીકાર્યુ કે જીહા જિલ્લા કક્ષાની 20 મોટી હોસ્પિટલમાં આ મશીન છેજ નહિ. આ જિલ્લાઓ માં જામનગર, દેવભૂમિ દ્વારકા, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલી, મહિસાગર, છોટા ઉદેપુર, ડાંગ, પંચમહાલ, અરવલ્લી, કચ્છ, બોટાદ, ગાંધીનગર, બનાસકાંઠા, તાપી, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં એક પણ સિટી સ્કેન મશીન નથી. જ્યારે જૂનાગઢ, પોરબંદર, ખેડા, મોરબી, ભાવનગર, સુરત, સાબરકાંઠા, મહેસાણા, રાજકોટ, દાહોદ અને પાટણ જિલ્લામાં એક-એક સીટી સ્કેન મશીન છે.
આમ સરકારી હોસ્પિટલમાં દર્દીઓ પૂરતી સારવાર નો લાભ લઇ શકતા નથી.
