રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ઘાતક વકરતા કોરોના કેસ વચ્ચે ફરી એક વખત ભાજપના આગેવાનના ઘરે લગ્નને લઈને ડીજેમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સુરતના માંગરોળના ભાજપના કાર્યકરે ઈંન્દ્રિશ મલિકના દિકરીના લગ્ન પ્રસંગે ડી.જે.નું આયોજન હતુ.અને ડી.જેની નાઈટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને તે સમયે કોવિડના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો.ડી.જેના વીડિયો સોશિયલ મીડિયાં વાયરલ બન્યા છે. ગુજરાતમાં કોરોના રોજ નવી-નવી વિક્રમસર્જક સપાટી નોંધાવી રહ્યો છે. આજે રાજ્યમાં નવાં 1790 કેસ અને આઠ મોત નોંધાયા છે. રાજ્યમાં 90 દિવસ બાદ સાતથી વધુ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ સુરતમાં 582 અને અમદાવાદમાં 514 કેસ નોંધાયા છે. 1277 નવાં દર્દીઓની સામે માત્ર 1277 દર્દીઓ જ ડિસ્ચાર્જ પામ્યા છે. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે અને પરિસિૃથતિ વધુ ગંભીર બની છે.
