હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં હોળીની તૈયારીઓ પણ શરૂ થઇ ચુકી છે. હોળીના ખાસ અવસરે કેટલાંક લોકો ભાંગનું સેવન પણ કરે છે. જો કે તેનું સેવન નુકસાનકારક હોય છે. પરંતુ તહેવારના ખાસ અવસરને જોતા કેટલાંક લોકો તેનું સેવન કરી લે છે. ભાંગનું સેવન કરવાથી માથામાં દુખાવો અને અનેક પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે. ભાંગ તમને એક હેંગઓવર આપી શકે છે. જો તમે તેના હેંગઓવરથી બચવા માંગતા હોય તો અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યાં છીએ.લીંબુ પાણી એન્ટી-ઓક્સીડેંટ અને વિટામિન સીનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. જો તમે ભાંગના હેંગઓવરથી બચવા માંગતા હોય તો લીંબુ પાણીનું સેવન કરો.જો તમે ભૂલથી પણ ભાંગનું સેવન કરી લીધું છે તો પેટ ભરીને ભોજન કરી લો. ખાલી પેટ રહેવાથી તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે. ફળો અને શાકભાજીમાં ઉચ્ચ ફાયબર અને એન્ટી-ઓક્સીડેંટ હોય છે જે હેંગઓવર સામે મુકાબલો કરવામાં મદદ કરે છે. ફળોના સલાડનું સેવન કરો. હેંગઓવરથી છૂટકારો મેળવવા માટે ઉંઘ એક સારો ઉપાય છે. ઉંઘ તમારા મગજ અને શરીરને આરામ આપે છે અને માથાનો દુખાવો પણ ઓછો થઇ જાય છે.
