ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોરોના કેસના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કોરોનાના વધતા કેસને લઈને મોટું નિવેદન સામે આપ્યું છે.ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. દરરોજ કોરોનાના કેસના નવા રેકોર્ડ બની રહ્યાં છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વણસી રહેલી કોરોનાની સ્થિતિ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં હાલ મૃત્યુઆંક ઓછો છે. સીએમે કહ્યું કે હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ પણ એક અઠવાડિયુ કેસ વધશે અને પછીથી તેમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે 3 લાખ વેક્સિન આપવાની મુહિમ છે.
- કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી
- સંક્રમણ વધુ છે મૃત્યુ આંક કંટ્રોલમાં છે
- ગઈકાલે ૭૦ હજાર ટેસ્ટ કર્યા છે
- સરકાર ટેસ્ટ ટ્રિટમેંટ અને ટ્રેસિંગ આધારે કામ કરે છે
- ધનવંતરી અને સંજીવની રથો ચાલે છે
- ચાર મનપામા કેસ વધારે છે તે ફોકસ કરીને આગળ વધીએ છીએ
- હજુ અઠવાડિયુ કેસ વધશે – મુખ્યમંત્રી
- રોજના ત્રણ લાખ વેક્સિનેશન થાય તે પ્રકારે આગળ વધીએ છીએ
- જેમ જરુર પડે તેમ નિર્ણય કરીએ છીએ બંધ રાખવા અંગે
- તમામ સરકારી કર્મચારીઓને ફ્રંટ લાઈન કોરોના વોરીયર્સ ગણી વેક્સિન અપાશે