જર્મનીમાં પ્રસિદ્ધ અને ઐતિહાસિક ફ્યુશેન બ્રુઅરી લોકડાઉનમાં લાંબા સમયથી બંધ રહી અને તેના કારણે તેની એક ખૂબ જાણીતી અને તાંબા(કોપર) રંગની બીઅર પ્રોડક્ટ ‘અલ્ટબીઅર’ વધી પડ્યો. 6000 લિટર જેટલો આ બીઅર વેચાયા વિના પડી રહ્યો અને તેની એક્સપાયરી ડેટ પણ નજીક આવી ગઈ. આથી બીઅરનો મોટો જથ્થો વેડફાઈ ન જાય એ માટે આ કંપનીએ જર્મનીની કોએલ્વેન બેકરી સાથે સંપર્ક કર્યો. આમ કરવાનું કારણ એ કે કોએલ્વેન બેકરી બ્રેડ બનાવવા માટે બીઅરનો ઉપયોગ કરે છે. ફ્યુશેન બ્રુઅરીએ ‘Altbier’ બીઅરનો વધી પડેલો જથ્થો આ બેકરીને આપી દીધો. બસ આ કોપર કલર્ડ ‘Altbier’માંથી જ બનેલી આ તાંબાની હોય એવી આ બ્રેડની તસવીર છે. મજાની વાત એ છે કે આ બ્રેડ એટલે કે પાંવ સાથે Altbier બીઅરની એક બોટલ તદ્દન મફત આપવામાં આવે છે.આ
