મુંબઇઃ બારબેક્યુ નેશનના આઇપીઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તક છે. રેસ્ટોરન્ટ ચેઇન બારબેક્યુ નેશનનો આઇપીઓ આવતીકાલે 24 માર્ચના રોજ ખુલ્યો તો અને આજે એટલે કે 26 માર્ચ, 2021ના રોજ બંધ થઇ રહ્યો છે. તેની પ્રાઇસ બેન્ડ 498-500 રૂપિયા નક્કી કરાઇ છે. કંપનીના ઇશ્યૂમાં 180 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ છે. જ્યારે 5457470 ઇક્વિટી શેર ઓફર ફોર સેલ મારફતે જારી કરવામાં આવશે. કંપનીના પ્રમોટર સાયાજી હાઉસકિપિંગ સર્વિસ, અજહર ધનાની, સાદિયા ધનાની, સાનયા ધનાની, તમારા, આજવ ઇન્વેસ્ટમેન્ટ ટ્ર્સ્ટ અને મેનૂ પ્રાઇવેટ લિમિટેડ ઓફર ફોર સેલમાં પોતાના શેર વેચશે.
કંપનીએ બે કરોડ રૂપિયાના શેર પોતાના કર્મચારીઓને ઇશ્યૂ કર્યા છે. એક લોટ 30 શેરનો છે, તેને અર્થ એ છે કે રોકાણકારો ઓછામાં ઓછા 30 શેરની માટે બીડ કરી શકશે.
કંપનીની ટોટલ બુકના 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સની માટે રિઝર્વ રાખ્યા છે. રિટેલ ઇન્વેસ્ટર્સની માટે 10 ટકા અને બાકીનો 15 ટકા હિસ્સો બિન સંસ્થાકીય રોકાણકારો માટે છે. કંપનીએ પોતાનું પહેલુ રેસ્ટોરાં 2008માં ખોલ્યુ હતુ. કંપની દેશના 77 શહેરોમાં અત્યાર સુધી 147 રેસ્ટોરા શરૂ કરી ચૂકી છે.
બારબેક્યૂ નેશનના શેર બીએસઇ અને એનએસઇમાં ટ્રેડિગ માટે લિસ્ટેડ થશે. આ આઇપીઓની માટે આઇઆઇએફએલ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, એમ્બિટ કેપિટલ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સને બુક રનિંગલીડ મેનેજર્સ બનાવાયા છે.