મુંબઇઃ આજે સુપ્રીમ કોર્ટે સાઈરસ મિસ્ત્રી અને ટાટા વિવાદ મામલામાં એનસીએલટીના આદેશને રદ કરતા ટાટા સમૂહની અપીલને જેમની તેમ રાખી છે. જણાવી દઈએ કે, એનસીએલએટીએ 18 ડિસેમ્બર 2019ના રોજ સાઈરસ મિસ્ત્રીને ફરી વાર ટાટા ગ્રુપના કાર્યકારી અધ્યક્ષ નિમણૂંક કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેના નેતૃત્વવાળી ખંડપીઠે વિવાદની સુનાવણી કરતા ટાટા ગ્રુપની અપીલનો સ્વિકાર કરતા કહ્યુ કે, એનસીએલેટીએ 18 ડિસેમ્બર, 2019ના આદેશને રદ કરવામાં આવે છે. આ ખંડપીઠમાં ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને વી. રામસુબ્રમણ્યમ પણ શામેલ હતાં.
રાષ્ટ્રીય કંપની લો અપીલીય ન્યાયાધિકરણે 18 ડિસેમ્બર 2019ના નિર્ણય વિરુદ્ધ સાઈરસ ઈન્વેસ્ટમેંટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને ટાટા સંસ પ્રાઈવેટ લિમિટેડે સુપ્રીમ કોર્ટમાં ક્રોસ અપીલ દાખલ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે, સાઈરસ મિસ્ત્રીને ફરી વાર ટાટા ગ્રુપના કાર્યકારી અધ્યક્ષ નિમણૂંક કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવાયુ છે કે, ટાટા ગ્રુપની અપીલનો સ્વિકાર કરવામાં આવે છે અને એસપી ગ્રુપની અપીલ રદ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, શાપૂરજી પાલોનજી (એસપી) ગ્રુપે 17 ડિસેમ્બરે કોર્ટમાં કહ્યુ હતું કે, ઓક્ટોબર 2016ના બોર્ડની બેઠકમાં ટાટા સંસના ચેરમેન પદથી હટાવા માટે ખૂની ખેલ અને ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે, ટાટા સંસમાં એસપી ગ્રુપના શેરોનુ વેલ્યૂએશન ટાટા સંસના બિન સૂચિબદ્ધ શેરના આધારે નક્કી થશે. કોર્ટ એ નક્કી કરી શકત કે, સાઈરસ મિસ્ત્રીને શું વળતર મળવુ જોઈએ. બંને પક્ષમાં સામસામે બેસીને નક્કી કરી શકશે.
જાણો શું છે ટાટા અને મિસ્ત્રી ગ્રૂપ વચ્ચેનો વિવાદ
અહીં ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબર 2016ના ટાટા ગ્રુપમાંથી સાઈરસ મિસ્ત્રીને કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવી દીધા હતા. સાથે જ રતન ટાટાને વચ્ચગાળાના ચેરમેન બનાવી દીધા હતા. ટાટા સંસનું કહેવુ હતુ કે, સાઈરસ મિસ્ત્રીને કામકાજ કરવાની રીત અલગ છે. જો કે, બાદમાં 12 જાન્યુઆરી 2017ના રોજ ચંદ્રશેખરનને ટાટા સંસના ચેરમેન બનાવી દીધા હતા. ત્યાર બાદ આ મામલો જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એનસીએલએટીના સાઈરસ મિસ્ત્રીને ટાટા સંસના કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવાનું ખોટુ ગણાવ્યું. સાથે જ સાઈરસ મિસ્ત્રીને ફરી વાર ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય વિરુદ્ધ ટાટા સંસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.