નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કહેરની બીજી લહેર ચાલુ રહી છે અને દેશભરમાં સંક્રમણના ચિંતાજનક નવ કેસો સામે આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં માતા-પિતાઓ તેમના નાના બાળકને વાયરસના સંક્રમણ લાગવા અંગે બહુ જ ચિતામાં હોય છે. જો કે હવે તમની આ ચિંતા ટૂંક સમયમાં દૂર થવાની શક્યતા છે. કારણ કે ટૂંક સમયમાં બાળકો માટેની પણ કોરોના વેક્સીન આવવાની શક્યતા છે. હાલ બાળકો માટેની કોરોના વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યુ છે.
અગ્રણી વેક્સિન ઉત્પાદક કંપની ફાઈઝરે કહ્યુ હતું કે, તેને ગુરૂવારે અગિયાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોરોના વિરોધી વૈક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યુ છે. આ વૈશ્વિક રસીકરણ અભિયાનનો ચોથા તબક્કાના પ્રારંભિક સંકેતો છે. ફાઈઝરે આ અંગે જણાવ્યુ હતું કે, અમારી સહયોગી બાયોએનટેક સાથે, અમે ફાઈઝર-બાયોએનટેક કોવિડ-19ની સુરક્ષા માટે, સહનશીલતા અને ઈમ્યુનોજેનેસિટીનું મૂલ્યાંકન કરવા માટે એક વૈશ્વિક તબક્કો 1/2/3ના અધ્યયનમાં પહેલા સ્વસ્થ બાળકોને રસી લગાવીએ છીએ.
કંપનીએ કહ્યુ કે, અમને ગર્વ છે કે અમે વૈક્સિન ટ્રાયલ શરૂ કર્યુ છે. બાળકો અને તેમના પરિવારવાળા ખૂબ જ ઉતાવળથી તેની રાહ જોઈ રહ્યા છે. કંપનીએ આ ઉંમરના બાળકો માટે ત્રણ અલગ અલગ ડોઝના સ્તરોનું ટેસ્ટીંગ કરી રહી છે.
કંપનીએ પહેલાથી 12થી 15 વર્ષના બાળકોમાં કોરોના વિરોધી વૈક્સીનનો ડોઝ ટ્રાયલ કરી રહી છે. અમેરિકી ઈમરજન્સી પ્રાધિકરણમાં 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો સામેલ છે. ફાઈઝર, મોર્ડના અને એસ્ટ્રાજેનેકા નાના બાળકોમાં રસીનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યુ છે. તો વળી જોનસન એન્ડ જોન્સન હાલ તેના પર કામ કરવાનું વિચારી રહ્યા છે.
બાળકોને મોટા ભાગે આ બિમારીનો સૌથી વધારે ખતરો રહેતો હોય છે. વયસ્ક લોકોની સરખામણીમાં સંક્રમિત કરવાની શક્યતા ઓછી હોય છે. મોટા ભાગે જાણકારોનું માનવું છે કે, આ ઉંમરમાં કોરોના વિરોધી રસી આપવું ખૂબ જરૂરી બને છે. ફાઈઝરના પ્રવક્તા શેરોન કૈસ્ટિલોએ કહ્યુ કે, વર્ષ 2021ના છમાસિક ટ્રાયલથી ડેટા મળવાની આશા છે.